તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
આજીડેમ વિસ્તારમાં ૩ ઓરડી હટાવી ૨૧ કરોડની જમીન ખુલ્લી કર્યાનો દાવો
મનપાની ટાઉન પ્લાનીંગ શાખાની કાર્યવાહી પર સવાલ કોંગ્રેસ પ્રભાવિત વોર્ડ નં.૧૫ નિશાને? ૩૬ કલાક બાદ ડિમોલીશનની વિગતો જાહેર કરતુ તંત્રઃ તરહ-તરહની ચર્ચા

રાજકોટ તા.૮: મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. મનપા દ્વારા આજીડેમ વિસ્તારમાં માત્ર બે-ચાર ઓરડી અને નાના બાંધકામો દૂર કરીને સમગ્ર પ્લોટની કિંમત જાહેર કરવામાં આવી રહી છે અને ‘૨૧ કરોડની જમીન ખુલ્લી કરાવી' હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૧૫ અને વોર્ડ નં.૧૮નાવિસ્તારમાં અન-અધિકળત બાંધકામ દૂર કરવામાં આવેલ.
આヘર્યની વાત એ છે કે વર્ષોથી રહેલા દબાણો હવે અચાનક મનપાને દેખાવા લાગ્યા છે. લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર બાંધકામો સામે અગાઉ કોઇ નોંધપાત્ર કાર્યવાહી ન થતા હવે આ અભિયાન પાછળ રાજકીય ટાર્ગેટિંગની ચર્ચાઓ પણ તેજ બની છે.
ખાસ કરીને કોંગ્રેસ પ્રભાવિત વોર્ડ નં. ૧૫ને નિશાને લેવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કાર્યવાહી પસંદગી આધારીત થઈ રહી છે. આ સમગ્ર મામલામાં મનપા તંત્રના પારદર્શિતાને લઈને સવાલો યથાવત છે.
મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરા(IAS)ના માર્ગદર્શન તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર આર.ડી.પરમારના નિર્દેશન હેઠળ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.૧૫ માં આજીડેમ ચોકડી પાસે આવેલ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પ્લોટમાં તથા વોર્ડ નં.૧૮ માં સીતારામ સોસાયટીના રોડ પર થયેલ અન-અધિકળત બાંધકામ દુર કરવા માટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જેમાં વોર્ડ નં.૧૫ માં આજીડેમ ચોકડી પાસે આવેલ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પ્લોટમાં થયેલ ૩-ઓરડીનું દબાણ દુર કરી ૩૫૧૮.૬૭ ચો.મી.ની ૩ર૧.૧૧ કરોડની જમીન ખુલ્લી કરાઇ હતી જયારે વોર્ડ નં.૧૮ માં સીતારામ સોસાયટીના કુલ છ રોડમાં થાંભલાથી આડસ કરેલ દબાણ હટાવાયા હતા.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા પુર્વ ઝોનના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા. ફાયર અને ઈમરજન્સી વિભાગ બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજરરહેલ
(3:51 PM IST)










