<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

આંતરરાષ્‍ટ્રીય નશા વિરોધી દિવસ અંતર્ગત ડ્રગ્‍સના દુષણ સામે જાગૃતિ માટે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવાએ ફલેગ ઓફ આપ્‍યું: યુવાનો માટે ડ્રગ્‍સનું દુષણ સોૈથી મોટો પડકાર હોવાનું ડીસીપી બાંગરવાએ જણાવી લોકોને જાગૃત થવા અપીલ કરી

રાજકોટઃ આજે ૨૬ જૂન એટલે કે ઇન્‍ટરનેશનલ ડે અગેન્‍સ્‍ટ ડ્રગ અબ્‍યુઝ એન્‍ડ ઇલિસિટ ટ્રાફિકિંગ-આંતરરાષ્‍ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક વિશેષ ડ્રગ્‍સ વિરોધી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ મેરેથોન રેસકોર્સ રિંગ રોડ પર યોજાઈ હતી.

 શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જોઇન્‍ટ પોલીસ કમિશનર ચૈતન્‍ય મંડલિકના સીધા માર્ગદર્શન હેઠળ આ દોડનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારે મેરેથોન દોડની શરૂઆત પહેલાં ઉપસ્‍થિત તમામ રનર્સ અને પોલીસ કર્મચારીઓએ નશા મુક્‍ત રહેવાના સામુહિક શપથ લીધા હતા. બાદમાં ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપીને મેરેથોનને પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ  જણાવ્‍યું હતું કે આ મેરેથોનનું આયોજન નશીલા પદાર્થોની હેરાફેરી, વ્‍યસન સામે લોકોમાં જાગળતિ લાવવા માટે કરવામાં આવ્‍યું છે.

 તેમણે વધુમાં કહ્યું કે-હાલના સમયમાં ડ્રગ્નું  દૂષણ સતત વધી રહ્યું છે. હાલના સમયમાં  યુવાધન છે તે આપણી પાસે સૌથી મોટી સંપત્તિ છે. પરંતુ આ યુવાધન માટે અત્‍યારે સૌથી મોટા પડકારોમાંથી એક પડકાર ડ્રગ એબ્‍યુઝ એટલે કે નશાખોરી છે.  ડીસીપી જગદીશ બાંગરવાએ તમામ રાજકોટ શહેરવાસીઓને અપીલ કરી છે કે તેઓ ડ્રગ્‍સના આ દૂષણ સામે જાગળત બને. આ દોડમાં મોટી સંખ્‍યામાં પોલીસ જવાનો અને સ્‍થાનિક નાગરિકાએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. તસ્‍વીરમાં મેરેથોનને ફલેગ ઓફ આપતાં  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, સાથે એસીપી હેડક્‍વાર્ટર એમ. આઇ. પઠાણ  અને નો ડ્રગ્‍સના શપથ લેવાયા તે તથા દોડનું દ્રશ્‍ય જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(2:36 PM IST)