<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

સિધ્‍ધી વિનાયક ધામ ખાતે શહેર પોલીસ કમિશ્‍નર અને વિવિધ સમાજના આગેવાનોના હસ્‍તે મહાઆરતી

 

રાજકોટ : રેસકોર્ષ ઓપન એર થીયેટર ખાતે સિધ્‍ધી વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવના સાતમા દિવસે મહાઆરતીમાં  ક્ષત્રિય સમાજ, ગિરાસદાર ક્ષત્રિય સમાજ, રાજપુત સમાજ, કાઠી સમાજ, મરાઠા સમાજ,  સંઘ આરએસએસ, વીએચપી, એબીવીપી, પૂર્વ પ્રમુખ, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્‍ય, પૂર્વ શહેર કારોબારી, પૂર્વ પદાધીકારી રાજકોટ મહાનગરપાલીકાના કર્મચારી, નાગરિક બેંક પરિવાર, આઈ.એ.એસ., આઈ.પી.એસ., ડોકટર સેલ, રાજપુત સમાજની બોર્ડીંગ, ગરાસીયા બોર્ડીંગના વિદ્યાર્થીઓ તેમજ  વોર્ડ નં.૧૩ તથા ૧૪ ના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મહાઆરતીનો લાભ લીધો. શહેર પોલીસ કમિ‘રશ્રી બ્રજેશ કુમાર ઝા એ પણ મહાઆરતીનો લાભ લીધો હતો. આજે સાંજે શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવના આઠમા દિવસે તા. ૨૧/૯ ના સાંજે માલધારી સમાજ, રબારી સમાજ, લુહાર  સમાજ, કડીયા સમાજ,  તુરી બારોટ સમાજ, દેવીપુજક  સમાજ, વ્‍હીવંચા  સમાજ, ચારણ સમાજ, કોંગ્રેસ, આપ પાર્ટી, શિવસેના, માલધારી હોસ્‍ટેલના વિદ્યાર્થીઓ,  ગોપાલક હોસ્‍ટેલના વિદ્યાર્થીઓ, કડીયા સમાજની હોસ્‍ટેલના વિદ્યાર્થીઓ તેમજ  વોર્ડ નં. ૧૫ તથા ૧૬ ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીમાં જોડાશે. આજની આરતીના ઈન્‍ચાર્જ શહેર ઉપ્રમુખ દીપાબેન કાચા, મંત્રી ગેલાભાઈ રબારી, તેમજ ડો. વિજય ટોળીયા, રઘુભાઈ ધોળકીયા, લાલભાઈ મીર , નાગજીભાઈ વરૂ, ભાવેશભાઈ ટોયેટા, દેવકરણ જોગરાણા, વિરમભાઈ રબારી, બાબુભાઈ માટીયા, રાજુભાઈ માલધારી,  સમીર પરમાર, કંચનબેન સિધ્‍ધપુરા, દિવ્‍યાબેન ઉમરાણીયા, કૌશિક ટાંક, શિલ્‍પાબેન જાવીયા, કિશોર પરમાર, જીમ્‍મી અડવાણી, માધાભાઈ બારોટ, અમર સોલંકી, મહેશ પરમાર જવાબદારી સંભાળશે. શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિના ઇન્‍ચાર્જ અને શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્‍ય માર્ગદર્શક  સમિતિની આગેવાની હેઠળ શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્‍સવમાં રોજે રોજ વિવિધ સમાજ, સંસ્‍થા, સેવાકીય સંસ્‍થા, શૈક્ષણીક સંસ્‍થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે.

(4:39 PM IST)