તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 30th September 2026
શહેર પોલીસે ૪૭૩ કેસમાં પકડેલા ૩ાા કરોડના દારૂ-બીયરના જથ્થા પર બૂલડોઝર ફેરવી દેવાયું

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા પકડવામાં આવેલા ગેરકાયદે દારૂ-બીયરના જથ્થાનો કુવાડવા રોડ નાકરાવાડી ખાતે નાશ કરવામાં આવ્યો હતો. સમિતની રચના બાદ આ કાર્યવાહી સરકારી ખરાબામાં થઇ હતી. જેમાં ઝોન-૧ દ્વારા કરાયેલા ૨૧૪ કેસનો ૨,૨૬,૪૬,૮૨૫નો દારૂ-બીયર, ઝોન-૨ દ્વારા થયેલા ૧૮૮ કેસનો ૨૭,૪૧,૫૫૦નો દારૂ-બીયર અને ક્રાઇમ બ્રાંચ દ્વારા થયેલા ૭૧ કેસનો ૧,૦૦,૩૨,૯૩૩નો દારૂ બીયર મળી કુલ ૪૭૩ કેસના ૩,૫૪,૨૧,૩૦૮ની કિંમતના દારૂ-બીયરના જથ્થાનો બૂલડોઝર ફેરવી નાશ કરાયો હતો. આ કામગીરીને પગલે પ્યાસીઓના જીવ બળી ગયા હતાં.
(3:18 PM IST)










