<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

શહેર ભાજપ ગણેશ મહોત્‍સવમાં કાલે વાજતે ગાજતે વિસર્જન યાત્રા

રાજકોટ, તા., ર૪:  શહેર ભાજપ પ્રમુખ તથા શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિના ઇન્‍ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ સિધ્‍ધી વિનાયક ધામ ખાતે ભવ્‍યાતિભવ્‍ય ગણપતિ મહોત્‍સવનું આયોજન શ્રી ગણપતિ મંગલ મહોત્‍સવ સમિતિ દ્વારા સિધ્‍ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત રોજેરોજ વિવિધ સમાજના આગેવાનો, સામાજીક તથા શૈક્ષણિક સંસ્‍થાના આગેવાનો, સંતો મહંતો,પ્રેસ મીડીયાના અગ્રણીઓ, વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતા એ સિધ્‍ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહારાજના પૂજન અર્ચન દર્શન મહાઆરતી પ્રસાદનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી. આવતીકાલે સવારે ૧૦.૦૦ કલાકે રિધ્‍ધી સિધ્‍ધીના દેવ શ્રી ગણપતિબાપાને વેદોકત મંત્રોચ્‍ચાર હવન યજ્ઞ બાદ ભાવભીની વિદાય આપી વિર્સજન યાત્રા યોજવામાં આવશે. તો આ વિસર્જન યાત્રામાં જોડાઇ દુંદાળા દેવના આશિર્વાદ ગ્રહણ કરી '' ગણપતિ બાપ્‍પા મોરીયા'', અગલે બરસ તું જલ્‍દી આ' ના પ્રચંડ નાદ સાથે  વિદાય આપવા ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ  તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડાવા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે,  મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજાએ જાહેર અનુરોધ કર્યો છે.

(3:48 PM IST)