News of Thursday, 30th July 2026
શહિદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ

રાજકોટઃ આઝાદીના મહાન ક્રાંતિકારી અને દેશના અમર શહિદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા યુનીવર્સિટી રોડ ઉપર આવેલ તેઓની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરવાનો ભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ ભાજપ યુવા મોરચા મહામંત્રી શ્રીમતિ ડો. દેવાંગીબેન મૈયડ, પ્રદેશ ભાજપ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, રાજકોટ શહેર મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા તથા યુવા મોરચાના પ્રમુખ મીલન લીંબાસીયા, મહામંત્રી જયકિશનભાઈ ઝાલા, હિમાંશુભાઈ રાજયગુરુ, કોર્પોરેટર જયભાઇ ધામેચા, વોર્ડ પ્રમુખ, પ્રભારી મહામંત્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બોલતા ડો. માધવ દવે જણાવ્યું હતું કે, શહિદ ભગતસિંહજી અને તેમના સાથીઓનું બલિદાન યુવાનો માટે યુગો સુધી પ્રેરણાસ્રોત બની રહેશે. માતૃભૂમિની રક્ષા માટે તેમણે આપેલી કુર્બાની દેશના દરેક નાગરિકને રાષ્ટ્રસેવા માટે સતત પ્રેરણા આપે છે. તેમ યાદીમાં જણાવાયું છે.
(3:30 PM IST)










