તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ચુનારાવાડના ભંગારના ધંધાર્થી પરેશભાઇ પર લોહાનગરમાં હુમલોઃ રોકડ લૂંટનો આક્ષેપ
ભંગાર વેંચતા ઉપજેલી રકમ ઇમ્તિયાઝ, સુનિયો, અજલો, મુનીયો પડાવી ગયાનું કથન

રાજકોટ તા. ૩: શહેરના ભાવનગર રોડ ચુનારાવાડ-૫ લાખાજીરાજ ઉદ્યોગ નગરમાં રહેતાં પરેશભાઇ કનુભાઇ ડાંગર (ઉ.વ.૩૮) નામના દેવીપૂજક યુવાનને સાંજે છએક વાગ્યે લોહાનગરમાં રેલ્વેના પાટા પાસે હતો ત્યારે કેટલાક શખસોએ ધોકા-પાઇપથી બેફામ ફટમારતાં સારવાર માટે દાખલ થયો છે. તેને ડાબા હાથમાં ફ્રેકચર થઇ ગયાનું નિવદાન થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પરેશ કારખાનામાંથી છુટક ભંગાર લઇને વેંચાણ કરે છે. બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને સંતાનમાં ત્રણ દિકરા છે. તેના કહેવા મુજબ પોતે લોહાનગરમાં રહીમભાઇના ડેલા પાસે ભંગાર વેંચવા ગયો ત્યારે તેના પચાસ હજાર રૂપિયા આવ્યા હતાં. આ રૂપિયા લઇ પોતે લોહાનગર રેલ્વે પાટે પાસે પહોંચ્યો ત્યારે ઇમ્તિયાઝ, સુનિયો, અજલો, મુનીયો સહિતે તેને આંતરી માર મારી લૂંટ કરી લીધી હતી. આક્ષેપો સાથે આ યુવાન સારવાર માટે દાખલ થતાં પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(3:28 PM IST)










