તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
એ-ડિવીઝનના ઠગાઇના ગુનામાં ફરાર ચિંતનને લીંબડી ખાતેથી પકડી લેવાયો
પેરોલ ફરલોના પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમે શોધી કાઢી એ-ડિવીઝનમાં સોંપ્યો

રાજકોટ તા. ૩: શહેરના એ-ડિવીઝન પોલીસના ઠગાઇના ગુનામાં ફરાર શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે લીંબડીથી પકડી લીધો છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ મેહુલનગર-૫માં બાબાભાઇના મકાનમાં ભાડેથી રહેતાં ચિંતન પ્રમોદભાઇ પાટડીયા વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીમસાં ઠગાઇનો ગુનો દાખલ થયો હોઇ તે આ ગુનામાં ફરાર હતો. તે લીંબડી હોવાની બાતમી પરથી તેને ઝપડી લઇ એ-ડિવીઝનમાં સોંપાયો છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(3:28 PM IST)










