News of Thursday, 29th October 2026
આશિષભાઈ બાવીશી અરિહંતશરણ પામતા સદગતનું ચક્ષુદાન તેમજ સ્કિનદાન કરાયું

રાજકોટ, તા. ર૯ : બાવીશી પરિવારના સ્વ. આશિષભાઈ ગંગદાસ બાવીશી અરિહંતશરણ પામતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી તથા નલીનભાઇ શાહના પ્રયાસથી બાવીશી પરિવારના રાહુલભાઈ, શ્રધ્ધાબેન તેમજ શ્રેયાબેન વંદિત પારેખ, અર્ચીબેન બાવીશીએ સ્વ. આશિષભાઈ ગંગદાસ બાવીશીના બન્ને ચક્ષુઓનું દાન તેમજ સ્કિનદાન કરવાનો સમાજ ઉપયોગી નીર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ આઈ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો. ધર્મેશભાઈ શાહ તેમજ તેમની ડોક્ટર્સની ટીમ દ્વારા માનદ સેવા અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે ૨ વ્યક્તિઓના જીવનમાં પ્રકાશની રોશની પથરાશે. સ્વ. આશિષભાઈ ગંગદાસ બાવીશી (ઉ.વ.૪૯)ના પરિવારજનોએ સદ્દગતનો લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શોકસંદેશ મો.૯૯૨૪૦ ૮૭૫૮૪ તથા મો. ૯૮૨૪૮ ૯૦૬૫૨ પર મોકલવા બાવીશી પરિવાર દ્વારા વિનંતી કરાઈ છે.
ચક્ષુદાન તેમજ સ્કિનદાન કરવામાં સેવાની તક આપવા બદલ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી (મો. ૯૪ર૮ર૦૦૬૬૦)એ નલીનભાઇ શાહ તેમજ બાવીશી પરિવારનો આભાર માન્યો હતો.
(3:35 PM IST)










