<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે નૂતન પ્રકલ્‍પોના લોકાર્પણો

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ‘ઓડીટોરીયમ', ‘નોલેજ રીસોર્સ સેન્‍ટર' આરોગ્‍ય કેન્‍દ્રના બિલ્‍ડીંગનું લોકાર્પણ થશે

રાજકોટ,તા.૩૧: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. ૦૨-૦૮-૨૦૨૬ને રવિવારના સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પરિસરમાં કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સભ્‍યો, એક્‍ઝીકયુટીવ કાઉન્‍સીલના સભ્‍યો, એકેડેમિક કાઉન્‍સીલના સભ્‍યો, ભવનોના અધ્‍યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રી, અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહેશે

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા.૦૨ને રવિવારના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સાહેબના હસ્‍તે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં નવનિર્માણ થયેલ વિવિધ નૂતન પ્રકલ્‍પોના લોકાર્પણો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્‍થિત રહેશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્‍પલ જોશીએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૬૦ મા વર્ષ - હિરક જયંતિ ઉજવણીના ઉપલક્ષ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં રુ. ૧૧.૯૧ કરોડના ખર્ચે ૯૫૦ થી વધુ સીટીંગ કેપેસિટીનું  નિર્માણ થયેલ  નિર્માણ થયેલ ભવ્‍ય ઓડીટોરીયમ, રુ. ૭.૭૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલ નોલેજ રીસોર્સ સેન્‍ટર (લાઈબ્રેરી) તથા રુ. ૬૮.૫૭ લાખના ખર્ચે નિર્માણ થયેલ આરોગ્‍ય કેન્‍દ્રના એક્ષટેન્‍શન બિલ્‍ડીંગનું લોકાર્પણ મુખ્‍યમંત્રીશ્રીના, શિક્ષણમંત્રીશ્રીની વિશેષ ઉપસ્‍થિતિમાં થશે.

આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટિના બોર્ડ ઓફ મેનેજમેન્‍ટમાં સભ્‍યો, એક્‍ઝીક્‍યુટીવ કાઉન્‍સીલના સભ્‍યો, એકેડેમિક કાઉન્‍સીલના સભ્‍યો, ભવનોના અધ્‍યક્ષશ્રીઓ, કોલેજના આચાર્યશ્રી, અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહેશે.

(3:22 PM IST)