<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ રાજકોટની પદયાત્રામાં નહીં જોડાય

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે રાજકોટમાં યોજાનારી ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત સૌરાષ્‍ટ્ર ઝોનની પદયાત્રામાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહી શકશે નહીં.

આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને આવતીકાલે યોજાનારી રાજકોટની પદયાત્રામાં જોડાઈ શકશે નહીં.

જોકે મુખ્‍યમંત્રીની ગેરહાજરીમાં ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળ પદયાત્રા યોજાશે. જેમાં કેન્‍દ્રીય મંત્રીઓ, પ્રદેશના અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્‍યો અને સૌરાષ્‍ટ્રભરના ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાશે. અત્રે નોંધનીય છે કે,  અમદાવાદ ખાતે કેન્‍દ્રીય મંત્રી જે.પી. નડ્ડા આ યાત્રામાં જોડાવવાના હોવાથી મુખ્‍યમંત્રી ત્‍યાં ઉપસ્‍થિત રહેશે તેવુ સુત્રોએ જણાવ્‍યું હતું.

(2:55 PM IST)