<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

આજી ડેમ ખાતે છઠ્ઠ પૂજા મહોત્‍સવ ઉજવાશે

સૂર્યપૂજા સેવા સમિતિ દ્વારા તા. ૧પ અને ૧૬ના બે દિવસીય આયોજન : જળાશયના કિનારે સૂર્યદેવને અર્ધ્‍ય અર્પણ કરાશે

રાજકોટ, તા. ૭ : સૂર્યપૂજા સેવા સમિતિ, રાજકોટ દ્વારા દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ છઠ્ઠ પૂજાના પાવન મહાપર્વની  ભક્‍તિમય ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે.

છઠ્ઠ પૂજા એ ભારતીય સંસ્‍કળતિ, આસ્‍થા, શ્રદ્ધા અને પ્રકળતિ પ્રત્‍યેની કળતજ્ઞતા વ્‍યક્‍ત કરતું અત્‍યંત પવિત્ર મહાપર્વ છે. આ પર્વમાં ભગવાન સૂર્યનારાયણ અને છઠ્ઠી માતાની ઉપાસના કરવામાં આવે છે. સૂર્યદેવ જીવન, ઊર્જા, આરોગ્‍ય અને સમળદ્ધિના પ્રતીક છે. આ પર્વ નિમિત્તે વ્રતધારીઓ દ્વારા કઠિન નિર્જળ ઉપવાસ રાખી જળાશયના કિનારે ઊભા રહી અસ્‍તાચળ અને ઉદયમાન સૂર્યદેવને અર્ધ્‍ય અર્પણ કરવામાં આવે છે. પરિવારની સુખ-સમળદ્ધિ, સંતાનના સુખી જીવન, સારા સ્‍વાસ્‍થ્‍ય અને સમગ્ર સમાજના કલ્‍યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ તેમજ અન્‍ય હિન્‍દીભાષી સમાજના ભાઈઓ અને બહેનો આ પર્વને અત્‍યંત શ્રદ્ધા, પવિત્રતા અને ભક્‍તિભાવ સાથે ઉજવે છે. છઠ્ઠ પૂજા માત્ર ધાર્મિક તહેવાર જ નહીં, પરંતુ સામાજિક એકતા, ભાઈચારો, સંસ્‍કળતિ અને પરંપરાનું પણ પ્રતીક છે.

રાજકોટમાં આ ધાર્મિક અને સાંસ્‍કળતિક પરંપરાને જીવંત રાખવાના ઉમદા હેતુથી સૂર્યપૂજા સેવા સમિતિ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી સતત છઠ્ઠ પૂજા મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. ત્રણ દાયકાથી વધુ સમયથી ચાલતી આ પરંપરા સમાજની એકતા, શ્રદ્ધા અને સંસ્‍કળતિ પ્રત્‍યેની નિષ્‍ઠાનું પ્રતિક બની રહી છે. દર વર્ષે મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ આ મહાપર્વમાં સહભાગી બની ધર્મલાભ લે છે.

આજીડેમ ભાવનગર ટોડ રાજકોટ ખાતે તા. ૧૫ રવિવારે બપોરે ૩ થી સાંજે ૭ કલાક સુધી અને તા. ૧૬ સોમવારેસવારે પ થી ૮ કલાક સુધી આ મહોત્‍સવ ઉજવાશે.

આ બંને દિવસ દરમિયાન સમાજના તમામ ભાઈઓ અને બહેનો એકત્રિત થઈ ભક્‍તિભાવપૂર્વક છઠ્ઠી માતાની પૂજા-અર્ચના કરશે તથા અસ્‍તાચળ અને ઉદયમાન સૂર્યદેવને અર્ધ્‍ય અર્પણ કરી પરિવાર અને સમાજની સુખ-શાંતિ, સમળદ્ધિ અને કલ્‍યાણ માટે પ્રાર્થના કરશે.

આ ભવ્‍ય ધાર્મિક મહોત્‍સવમાં રાજકોટના રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્‍થાઓના હોદ્દેદારો તથા અન્‍ય પ્રતિષ્‍ઠિત મહાનુભાવો વિશેષ ઉપસ્‍થિત રહી મહોત્‍સવની શોભામાં અભિવળદ્ધિ કરશે. આ સમગ્ર મહોત્‍સવનું આયોજન સૂર્યપૂજા સેવા સમિતિ, રાજકોટના અધ્‍યક્ષ શ્રી ધનંજય સિંહ તથા સચિવ શ્રી આનંદસિંહ ઠાકુર (મો. ૯૮ર૪૮ પ૪૯૮૪)ની આગેવાની, રાહબરી અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.

આ મહોત્‍સવને સફળ બનાવવા માટે સમિતિના કાર્યકર્તાઓ ઘનશ્‍યામ મિશ્રા(મો. ૯૬૯૦રરર૯૯૯),  વિકાસ પંડિતજી, કળષ્‍ણા ગુપ્તા,  રાજુ શર્મા, રાજુ જાયસવાલ, શૈલેષ સિંહ, અનિલ યાદવ, રાકેશ સિંહ, સુધીર ઠાકુર, દેવેન્‍દ્ર યાદવ, મહંતશ્રી દિનેશ બાપુ, વિનોદભાઇ લાલકીયા સહિતના કાર્યકર્તાઓ  જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સૂર્ય પૂજા સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:27 PM IST)