તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
છમ છમાછમ... મેઘરાજાની પધરામણીઃ રેઇનકોટ-છત્રી ખુલ્યાઃ ભીંજાવાની મજા માણી

રાજકોટઃ લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ શહેરમાં સવારે મેઘરાજાની પધરામણી થતા રાજકોટીયનો ખુશ ખુશાલ બન્યા હતા. અગાઉ તૈયારી સાથે નિકળેલ શહેરીજનોએ રેઇન કોટ-છત્રી ખોલ્યા હતા જયારે ઘણાએ વરસાદમા ભીંજાવાની મજા પણ માણી હતી. વરસાદ આવવાથી લોકોના મન ભીંજાવાની સાથે માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા હતા તે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અભિજિત બગથરીયા)
(3:15 PM IST)










