<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

પરમ દિવસે કેમીસ્ટોની હડતાલઃ ઇમરજન્સી માટે ખાસ વ્યવસ્થા

રાજકોટ સહિત સમગ્ર ભારતના સાડા બાર લાખ મેડીકલ સ્‍ટોર્સ બંધ * ઓનલાઇન દવાઓના વેચાણમાં નિયમોનું ઉલ્લંઘન, કોર્પોરેટ અને ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા અપાતું ભારે ડીસ્‍કાઉન્‍ટ, ડુપ્‍લીકેટ-સ્‍ફુરીયસ દવાઓનું વેચાણ, દર્દીઓ-લોકોની સલામતી, વર્ષ ર૦૧૮ અને ર૦ર૦ના નોટીફીકેશન પરત લેવા સહિતના મુદે્‌ દેશની દવાબજારના લાખો વેપારીઓ લડી લેવાના મૂડમાં: ભારે રોષ * સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તથા રાજકોટ કેમીસ્‍ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઇ દ્વારા જીવનજરૂરી દવાઓ અગાઉથી મેળવી લેવા જાહેર અપીલઃ દર્દીઓને થનાર અસુવિધા બદલ દિલગીરી પણ વ્‍યકત કરી * રાજકોટનાં વિવિધ વિસ્‍તારોમાં ઇમરજન્‍સી દવાની જરૂરીયાત માટે ખુલ્લા રહેનાર મેડીકલ સ્‍ટોર્સની યાદી જાહેરઃ કારોબારી સભ્‍યોના નામ સાથે હેલ્‍પલાઇન નંબરો પણ જાહેર કરાયા

રાજકોટ, તા.૧૮: પરમ દિવસ બુધવાર તા.૨૦ મે, ૨૦૨૬ના રોજ રાજકોટના અંદાજે ૧૬૦૦ મેડીકલ સ્‍ટોર્સ (રીટેલર્સ-હોલસેલર્સ-સર્જીકલ સ્‍ટોકીસ્‍ટસ) સહિત સમગ્ર ભારતના સાડાબાર લાખ જેટલા દવાના વેપારીઓ હડતાલ ઉપર જવાના છે, જેથી કેમીસ્‍ટોની તમામ દુકાનો બંધ રહેશે.

ઓનલાઇન દવાઓના વેચાણમાં નિયમોનું ઉલ્લંઘન , કોર્પોરેટ અને ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા અપાતું ભારે ડીસ્‍કાઉન્‍ટ, નકલી, સ્‍ફુરીયસ દવાઓનું વેચાણ, દર્દીઓ અને લોકોની સલામતી, વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૦ના નોટીફિકેશન પરત લેવા સહિતનાં મુદ્‌ે દવાબજારના લાખો વેપારીઓ ભારે રોષ સાથે લડી લેવાના મૂડમાં છે. જો કે ઇમરજન્‍સી સમયે દર્દીઓને તકલીફ ન પડે તે માટે કેમીસ્‍ટ એસોસીએશન રાજકોટ દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં બંધ દરમ્‍યાન ખુલ્લા રહેનાર મેડીકલ સ્‍ટોરથી યાદી જાહેર કરવામાં આવી છે. સાથે-સાથે નામ સાથે ઇમરજન્‍સી માટે કારોબારી સભ્‍યોના હેલ્‍પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્‍યા છે. જીવન જરૂરી દવાઓ અગાઉથી  મેળવી લેવા સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ તથા રાજકોટ કેમીસ્‍ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઇ દેસાઇએ લોકોને જાહેર અપીલ કરી છે. સાથે-સાથે દર્દીઓને થનાર અસુવિધા બદલ તેઓએ અગાઉથી દિલગીરી પણ વ્‍યકિત કરી છે.

‘ડુપ્‍લીકેટ દવા સામે લડત-દર્દીઓની સુરક્ષા માટે સંકલ્‍પ' ના સૂત્ર સાથે સમગ્ર દેશના સાડા બાર લાખ, ગુજરાતના ૩ર હજાર ઉપર, સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના ૧૨ હજાર તથા રાજકોટના ૧૬૦૦ જેટલા દવાના વેપારીઓ પરમ દિવસ બુધવાર તા.૨૦મે, ૨૦૨૬ના દેશવ્‍યાપી  બંધમાં જોડાશે તેવું મયુરસિંહ જાડેજા (ઉપપ્રમુખ-AIOCD)અને અનિમષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્‍યું હતું . સમગ્ર ભારતની દવાબજાર બંધ રહેવાના કારણો અને ઓલ ઇન્‍ડિયા ઓર્ગનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ(AIOCD) ના હોદેદારો-સભ્‍યોની માંગણીઓ તરફ નજર કરીએ તો...

મુખ્‍ય મુદ્દાઓ

૧. GSR 817(E) તારીખ

૨૮-૦૮-૨૦૧૮-ઓનલાઈન

દવાઓના વેચાણ અંગે

GSR 817(E) દ્વારા ઈ-ફાર્મસી / ઓનલાઈન દવાઓના વેચાણ માટે માર્ગ મોકળો થયો, પરંતુ અનેક બિનનિયમિત પ્‍લેટફોર્મ દ્વારા નિયમોનું પાલન કર્યા વિના ધ્‍વાઓ વેચાઈ રહી હોવાના ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તેના કારણેઃ

- ડોક્‍ટરના યોગ્‍ય પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવાઓ વેચાવાનો ભય

- દર્દીઓને ખોટી, સમયમર્યાદા નજીકની અથવા શંકાસ્‍પદ દવાઓ મળવાની શકયતા

- સ્‍થાનિક લાઇસન્‍સધારક કેમિસ્‍ટ પર અસમાન સ્‍પર્ધા

- દર્દીની સલામતી અને દવા નિયંત્રણ વ્‍યવસ્‍થાને જોખમ

આથી GSR 817(E) ને પાછું ખેંચી કડક અને સમાન નિયંત્રણની માંગ કરવામાં આવે છે.

૨. કોર્પોરેટ અને ઓનલાઈન પ્‍લેટફોર્મ દ્વારા ડીપ ડિસ્‍કાઉન્‍ટ

મોટા કોર્પોરેટ ગળપ અને ઓનલાઈન પ્‍લેટફોર્મ દર્દીઓને આકર્ષવા માટે ભારે ડિસ્‍કાઉન્‍ટ આપે છે, જેના કારણેઃ

- નાના અને મધ્‍યમ કેમિસ્‍ટનો વ્‍યવસાય ખોરવાય છે

- સસ્‍તી કિંમતના નામે ગુણવત્તા અંગે શંકા ઊભી થાય છે.

-ડુપ્‍લીકેટ દવાઓનું મોટા પાયે વેચાણ ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા થઈ રહ્યું છે.

-ડુપ્‍લીકેટ દવાઓ ના કારણે જન આરોગ્‍ય મોટા પાયે જોખમમાં છે

૩. GSR 220(E) તારીખ

૨૬-૦૩-૨૦૨૦ - ફયુરિયસ/ નકલી દવાઓનો મુદ્દો

GSR 220(E) સંબંધિત જોગવાઈઓના ગેરઉપયોગથી બિનઅધિકળત સપ્‍લાય ચેઇન અને શંકાસ્‍પદસ્ત્રોતોથી દવાઓના પ્રવેશ અંગે ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. તેના કારણેઃ

- નકલી / ડુપ્‍લિકેટ / મ્‍યુરિયસ દવાઓનું જોખમ

- દર્દીઓના આરોગ્‍ય પર ગંભીર અસર

- અસલી દવા સપ્‍લાય સિસ્‍ટમ પર નકારાત્‍મક અસર

આથી દર્દી સુરક્ષા માટે GSR 220(E) ની સમીક્ષા/પરત ખેંચવાની માંગ છે.(૬.૧ર)

 

ઇમરજન્‍સી દવાઓ મેળવવાની વ્‍યવસ્‍થા તથા હેલ્‍પ લાઇન નંબર

ઇમરજન્‍સી માટે નીચે મુજબના મેડીકલ સ્‍ટોર વિસ્‍તાર પ્રમાણે ખુલ્લા રાખવાની વ્‍યવસ્‍થા, કેમિસ્‍ટ એસોસિએશન રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે.

૧. સ્‍ટાર સિનરજી હોસ્‍પિટલ ઇન્‍ડોર મેડીકલ મવડી મેઇન રોડ, ર. ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલ માધાપર ચોકડી, ૩. એચસીજી હોસ્‍પિટલ ઇન્‍ડો ફાર્મસી અયોધ્‍યા ચોક, ૪. સિનરજી હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી ૧પ૦ ફૂટ રીંગ રોડ, પ. સ્‍ટલીંગ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી ગાંધીગ્રામ,૬. વોકાર્ડ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી કાલાવડ રોડ, ૭. બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી યુનિવર્સિટી રોડ, ૮ કેન્‍સર હોસ્‍પિટલ, નિર્મલા મેઇન રોડ, ૯. જી.ટી.શેઠ ઓર્થોપેડિક હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી, ૧૦. એચ જે દોશી હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી મવડી પ્‍લોટ વિસ્‍તાર, ૧૧. જલારામ હોસ્‍પિટલ પંચવટી મેઇન રોડ,૧ર. શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી કાલાવડ રોડ, ૧પ૦ ફુટ. ૧૩. શ્રી ગોકુલ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી રણછોડનગર, ૧૪. ગોકુલ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી વિદ્યાનગર મેઇન રોડ, ૧પ. નક્ષ કિરણ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી ગાયત્રીનગર મેઇન રોડ,

આ સિવાય કોઇપણ ઇમરજન્‍સી મેડિસિનની જરૂરીયાત ઊભી થાય તો સંસ્‍થા દ્વારા કારોબારીશ્રીઓને વ્‍યવસ્‍થા માટે જવાબદારી સોપેલ છે. તેઓનો સંપર્ક કરવો.૧. અમિતભાઇ મજેઠીયા-૯૮૨૪૩ ૨૭૨૭૯, ર.અંકિતભાઇ કાછેલા- ૯૮૨૫૦ ૮૧૩૬૦, ૩. ભુપેશભાઇ તન્ના  ૯૪૨૮૨ ૯૭૧૨૭, ૪. પ્રતિકભાઇ ગોસ્‍વામી-૯૦૩૩૯ ૧૭૬૧૮, પ. હિતેષભાઇ ત્રાડા- ૯૯૨૪૩ ૫૧૫૬૯ 

 

(3:36 PM IST)