<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ર૦મીએ કેમિસ્‍ટોની હડતાલઃ મેડિકલ સ્‍ટોર રહેશે બંધ

ઓનલાઇન દવાના વેંચાણ સામે ઓલ ઇન્‍ડિયા કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ એસો. આકરાપાણીએઃ દેશભરમાં દુકાનો બંધ રહેશે : ઓનલાઇન વેચાણ, કોર્પોરેટ દ્વારા ભારે ડીસ્‍કાઉન્‍ટ અને નકલી દવાઓની વિરૂધ્‍ધમાં લાખો વેપારીઓ બંધમાં જોડાશેઃ સમગ્ર ભારતના સાડા બાર લાખ દવાના વેપારીઓ તમામ રાજયોમાંથી વિરોધ નોંધાવશેઃ જશુભાઇ પટેલ

 

રાજકોટ, તા.૩૦: શહેરીકરણ, આધુનિકીકરણ, વૈશ્વિકકરણ, માહિતી અને ટેકનોલોજી, સ્‍પર્ધા, સતા, સંઘર્ષ અને સતત દોડધામભરી જીંદગી વચ્‍ચે માનવીના જીવન માટે દવાઓ અનિવાર્ય બની ગઇ છે. આજે દર ત્રીજો વ્‍યકિત એક યા બીજા કારણોસર દવાઓ લેતો દેખાઇ રહયો છે.

આ તમામ પરિબળો વચ્‍ચે સમગ્ર ભારતના સાડા બાર લાખ જેટલા દવાના વેપારીઓ (રીપ્‍લેસ-હોલસેલર્સ)નું રાષ્‍ટ્રીય સંગઠન ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ (એઆઇઓસીડી) દ્વારા ૨૦ મે, ૨૦૨૬ બુધવારના રોજ સમગ્ર દવાબજાર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્‍યુ છે.

ઓનલાઇન દવાઓના વેચાણના કારણે ઘણી વખત યુવાધન ટ્રાન્‍કયુલાઇઝર દવાઓ લેતા થઇ જાય અને ગેરમાર્ગે દોરાઇ જવા સંભવ, કોર્પોરેટ કંપનીઓ દ્વારા અમુક કિસ્‍સામાં ભારે ડીસ્‍કાઉન્‍ટ આપવામાં આવતુ હોય, કંપનીના ઓથોરાઇઝડ સ્‍ટોકીસ્‍ટ કે રીટેલર્સ કરતા પણ ઘણી વખત ઓછી કિંમતે દવા મળતા આヘર્ય સાથે વિચાર માંગી લેતો મુદો તથા કહેવાતી- સંભવિત નકલી દવાઓથી દેશને બચાવવાના પ્રયત્‍નો સહિતના મુદાઓ સંદર્ભે સમગ્ર ભારતની દવા બજાર એક દિવસ હડતાળ પાડશે તેવુ ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્‍ટેટ કેમિસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસોસીએશનના પ્રમુખશ્રી જશવંતભાઇ (જશુભાઇ) પટેલે અકિલાને જણાવ્‍યું હતું.

એન્‍ટીબાયોટીકસનો બેફામ વપરાશ, કોરોના વખતે બહાર પાડેલ દવાની હેન્‍ડ ડીલવરી સંદર્ભેનું ગેઝેટ કેન્‍સલ કરવા સંદર્ભે પણ દવાના વેપારીઓ દ્વારા વિરોધ થઇ રહયાનું જાણવા મળે છે.

સમગ્ર ભારતમાં સાડા બાર લાખ ગુજરાતમાં ૩૨ હજાર, સોૈરાષ્‍ટ્રમાં ૧૦ હજાર ઉપર તથા રાજકોટમાં પંદરસો ઉપર દવાના વેપારીઓ એક દિવસીય બંધ- હડતાળમાં જોડાશે તેવું જાણવા મળે છે.(૬.૧૬)

 

 

(2:53 PM IST)