<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કેમીસ્‍ટો સજ્જડ બંધ

દવાબજારના રાષ્‍ટ્રીય સંગઠન દ્વારા અપાયેલ દેશવ્‍યાપી બંધના એલાનને ભારે પ્રતિસાદ : ઓનલાઇન ફાર્મસી દ્વારા બિનનિયમિત દવા વેચાણની શકયતા, ડુપ્‍લીકેટ-સ્‍ફુરીયસ દવાઓ દ્વારા દર્દીઓના આરોગ્‍ય ઉપર ગંભીર અસરની સંભાવના, કોર્પોરેટ ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા અપાતું ભારે-ડીપ ડીસ્‍કાઉન્‍ટ, વર્ષ ર૦૧૮ અને ર૦ર૦નું ઓનલાઇન ફાર્મસી અંગેનું નોટીફીકેશન સહિતના મુદે દેશના લાખો વેપારીઓએ રોષભેર સંગઠન તાકાત બતાવીઃ સરકાર પાસે હકારાત્‍મક ઉકેલની પ્રબળ આશા : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઇમરજન્‍સી માટે લોકલ કેમીસ્‍ટસ એસો. દ્વારા સમાજોપયોગી વ્‍યવસ્‍થા કરવામાં આવીઃ હેલ્‍પ લાઇનના ફોન સતત રણકતા રહયા : AIOCDના ઉપપ્રમુખ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તથા રાજકોટ કેમીસ્‍ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઇએ બંધને જબ્‍બર પ્રતિસાદ બદલ દવાના તમામ વેપારીઓનો આભાર માન્‍યો : સમગ્ર ભારતના સાડાબાર લાખ, ગુજરાતના ૩પ હજાર, સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૬ હજાર તથા રાજકોટના ૧૬૦૦ વેપારીઓની હડતાલ

 

રાજકોટ, તા. ર૦: ભારતભરના સાડાચાર લાખ જેટલા દવાના વેપારીઓના સંગઠન ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ (AIOCD) દ્વારા આજરોજ તા. ર૦ મે, ર૦ર૬ બુધવારે અપાયેલ દેશવ્‍યાપી બંધના એલાનને લાખો વેપારીઓનો ભારે પ્રતિસાદ મળ્‍યો છે. પ્રતિસાદના ભાગરૂપે સમગ્ર ભારતના સાડાબાર લાખ જેટલા વેપારીઓ (રીટેલર્સ-હોલસેલર્સ-સર્જીકલ સ્‍ટોકીસ્‍ટસ), ગુજરાતના અંદાજે ૩પ હજાર, સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૬ હજાર તથા રાજકોટના ૧૬૦૦ જેટલા દવાના વેપારીઓએ હડતાલ પાડી રોષભેર પોતાની સંગઠન તાકાત-કેમીસ્‍ટ એકતાનો પરચો બતાવ્‍યો હતો. સાથે સાથે મેડીકલ સ્‍ટોર ધારકોની વિવિધ માંગણીઓ સંદર્ભે તેઓ સરકાર પાસે હકારાત્‍મક ઉકેલની પ્રબળ આશા રાખી રહ્યા છે. બંધ શાંતિપૂર્ણ રહ્યું હતું.

ઓનલાઇન ફાર્મસી દ્વારા બિનનિયમિત દવા વેચાણની શકયતા, ડુપ્‍લીકેટ-સ્‍ફુરીયસ દવાઓ દ્વારા દર્દીઓના આરોગ્‍ય ઉપર ગંભીર અસરની સંભાવના, દવાના બિઝનેસમાં ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) અંતર્ગત ફીકસ માર્જીન છે તે ધ્‍યાનમાં રાખીને  કોર્પોરેટ-ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા અપાતું ભારે - ડીપ ડીસ્‍કાઉન્‍ટ કેવી રીતે શકય બને?, દવા બજારમાં નાના વેપારીઓના અસ્‍તિત્‍વ સામે જોખમની શકયતા, વર્ષ ર૦૧૮ અને ર૦ર૦ નું ઓનલાઇન ફાર્મસી અંગેનું નોટીફીકેશન (હવે તો કોરોનાકાળ પણ પૂરો થઇ ગયો છે) પરત લેવું, ઓનલાઇન ફાર્મસી સંદર્ભે ડોકટર્સના પ્રિસ્‍ક્રીપ્‍શનની યોગ્‍ય ખરાઇ થાય છે કે નહીં ? સહિતના મુદ્‌્‌ાઓ સંદર્ભે દવાના લાખો વેપારીએ દેશવ્‍યાપી બંધ પાળ્‍યું હતું.

બંધ દરમ્‍યાન ઇમરજન્‍સી વખતે કોઇ દર્દી કે તેના સગા-વ્‍હાલાઓને દવા મેળવવામાં તકલીફ ન પડે તે માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના લોકલ કેમીસ્‍ટસ એસોસીએશન દ્વારા સમાજોપયોગી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. કારોબારી સભ્‍યોના નામ અને મોબાઇલ નંબર-હેલ્‍પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્‍યા હતાં. હેલ્‍પલાઇનના ફોન પણ સતત રણકતા રહ્યા હતા અને ફોન સંદર્ભે ઇમરજન્‍સીમાં ઘણાં દર્દીઓ માટે કેમીસ્‍ટસ એસોસીએશન દ્વારા દવાની વ્‍યવસ્‍થા પણ તાબડતોબ કરી આપવામાં આવી હતી.

મેડીકલ સ્‍ટોર ધારકોના દેશ-વ્‍યાપી બંધને રાજકોટ અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જબ્‍બર પ્રતિસાદ બદલ ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ (Aiocd) ના ઉપપ્રમુખ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તથા રાજકોટ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટર એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઇ દેસાઇએ દવાના તમામ વેપારીઓનો આભાર માન્‍યો હતો. (૬-પ)

ઇમરજન્‍સી દવાઓ મેળવવાની વ્‍યવસ્‍થા તથા હેલ્‍પ લાઇન નંબર

ઇમરજન્‍સી માટે નીચે મુજબના મેડીકલ સ્‍ટોર વિસ્‍તાર પ્રમાણે ખુલ્લા રાખવાની વ્‍યવસ્‍થા, કેમિસ્‍ટ એસોસિએશન રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે.

૧. સ્‍ટાર સિનરજી હોસ્‍પિટલ ઇન્‍ડોર મેડીકલ મવડી મેઇન રોડ, ર. ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલ માધાપર ચોકડી, ૩. એચસીજી હોસ્‍પિટલ ઇન્‍ડો ફાર્મસી અયોધ્‍યા ચોક, ૪. સિનરજી હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી ૧પ૦ ફૂટ રીંગ રોડ, પ. સ્‍ટલીંગ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી ગાંધીગ્રામ,૬. વોકાર્ડ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી કાલાવડ રોડ, ૭. બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી યુનિવર્સિટી રોડ, ૮ કેન્‍સર હોસ્‍પિટલ, નિર્મલા મેઇન રોડ, ૯. જી.ટી.શેઠ ઓર્થોપેડિક હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી, ૧૦. એચ જે દોશી હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી મવડી પ્‍લોટ વિસ્‍તાર, ૧૧. જલારામ હોસ્‍પિટલ પંચવટી મેઇન રોડ,૧ર. શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી કાલાવડ રોડ, ૧પ૦ ફુટ. ૧૩. શ્રી ગોકુલ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી રણછોડનગર, ૧૪. ગોકુલ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી વિદ્યાનગર મેઇન રોડ, ૧પ. નક્ષ કિરણ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી ગાયત્રીનગર મેઇન રોડ,

આ સિવાય કોઇપણ ઇમરજન્‍સી મેડિસિનની જરૂરીયાત ઊભી થાય તો સંસ્‍થા દ્વારા કારોબારીશ્રીઓને વ્‍યવસ્‍થા માટે જવાબદારી સોપેલ છે. તેઓનો સંપર્ક કરવો.૧. અમિતભાઇ મજેઠીયા-૯૮૨૪૩ ૨૭૨૭૯, ર.અંકિતભાઇ કાછેલા- ૯૮૨૫૦ ૮૧૩૬૦, ૩. ભુપેશભાઇ તન્ના  ૯૪૨૮૨ ૯૭૧૨૭, ૪. પ્રતિકભાઇ ગોસ્‍વામી-૯૦૩૩૯ ૧૭૬૧૮, પ. હિતેષભાઇ ત્રાડા- ૯૯૨૪૩ ૫૧૫૬૯ (૬.પ)

(10:50 AM IST)