<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં‘રસાયણ ૨૩' આંતરરાષ્‍ટ્રીય પરિસંવાદ

વિજ્ઞાન, સંશોધન અને સમાજ ક્ષેત્રે નવીનતા લાવવાના ઉદ્દેશ્‍ય સાથે ૮ થી ૧૦ જુલાઈ, યોજાશે

રાજકોટ, તા.૧૭: ગુજરાતના શૈક્ષણિક અને ઔદ્યોગિક હબ રાજકોટમાં જુલાઈ મહિનામાં વૈશ્વિક સ્‍તરના વિજ્ઞાનનો અભૂતપૂર્વ સમન્‍વય થવા જઈ રહ્યો છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના રસાયણશાષા ભવન અને ચિરંતન રસાયણ સંસ્‍થા (CRS) ના સંયુક્‍ત ઉપક્રમે આગામી ૮ થી ૧૦ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસીય આંતરરાષ્‍ટ્રીય સિમ્‍પોઝિયમ ‘‘રસાયણ ૨૩''(Rasayan 23) નું  આયોજન કરવામાં આવ્‍યું છે. ૅસાયન્‍સ બિયોન્‍ડ બાઉન્‍ડ્રીઃઇન્‍વેન્‍શન, ડિસ્‍કવરી, ઇનોવેશન એન્‍ડ સોસાયટીઃના  થીમ પર આધારિત છે. આ વૈશ્વિક કોન્‍ફરન્‍સ હાઇબ્રિડ ફોર્મેટમાં (ઓફલાઇન અને ઓનલાઇન બંને માધ્‍યમથી) યોજાશે. જેમાં વિશ્વભરમાંથી વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, ઉદ્યોગસાહસિકો અને યુવા સંશોધકો ભાગ લેશે.

આ ત્રિદિવસીય કાર્યક્રમમાં એડવાન્‍સ્‍ડ ફંક્‍શનલ મટિરિયલ્‍સ, સિન્‍થેટિક ઓર્ગેનિક કેમિસ્‍ટ્રી, નેનોટેકનોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્‍ટ્રી, એગ્રીકલ્‍ચરલ સાયન્‍સ, પોલિમર કેમિસ્‍ટ્રી, ગ્રીન કેમિસ્‍ટ્રી અને કમ્‍પ્‍યુટેશનલ કેમિસ્‍ટ્રી જેવા સમાજ ઉપયોગી અને આધુનિક વિષયો પર વૈજ્ઞાનિકો મંથન કરશે. રસાયણશાષા, જીવવિજ્ઞાન, મટીરિયલ સાયન્‍સ, પર્યાવરણ, ફાર્માસ્‍યુટિકલ્‍સ અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલા નવીન સંશોધનો પર વિશેષ સત્રો યોજાશે. વૈજ્ઞાનિક શોધોને સમાજ અને ઉદ્યોગ સાથે કેવી રીતે જોડવી તે મુદ્દે પણ સત્રોનું આયોજન કરવામાં આવ્‍યું છે. દેશની વિવિધ યુનિવર્સિટીઓ તેમજ વિદેશી સંસ્‍થાઓના સંશોધકો માટે આ કાર્યક્રમ જ્ઞાનના આદાન-પ્રદાનનું મહત્‍વપૂર્ણ પ્‍લેટફોર્મ બનશે.

 આયોજનને સફળ બનાવવા માટે  આયોજક સમિતિ કાર્યરત છે. જેમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર પ્રો. (ડો.) ઉત્‍પલ એસ. જોશી, CRS ના પ્રમુખ પ્રો. બ્રજ ગોપાલ બાગ અને સેક્રેટરી પ્રો. સી. વી. યેલામગડ પેટ્રોન તરીકે સેવા આપી રહ્યા છે.

કાર્યક્રમના કન્‍વીનર તરીકે પ્રો. ઉમેદ સી. ભોયા જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની સાથે કો-કન્‍વીનર તરીકે પ્રો. યોગેશ ટી. નલિયાપરા અને પ્રો. મનીષ કે. શાહ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે પ્રો. રંજન સી. ખુંટ. તેમજ સ્‍થાનિક આયોજક મંડળ તરીકે ડૉ. કલ્‍પેશ જે. ગણાત્રા, ડૉ. રમેશ કે. કોઠારી, ડૉ. મહેશ એન. જીવાણી, ડૉ. ભરત આર. કટારીયા, ડૉ. પ્રિયા વી. પટેલ, ડૉ. નીકેશ એ. શાહ, ડૉ. આશિષ રાવલીયા, ડૉ. ચિરાગ સાવલીયા તથા રસાયણશાષા ભવનના પ્રોફેસરો ડૉ. ફાલ્‍ગુની ડી. કારિયા, ડૉ. તેજલ ડી. ભટ્ટ, ડૉ. પૂજા એમ.ભંડેરી અને પ્રિયાંક એમ. શાહ સ્‍થાનિક સમિતિમાં સક્રિય છે. 

 

(2:24 PM IST)