તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Monday, 16th November 2026
અકિલાના આંગણે ગુંજયા જય જલારામના નાદઃ શોભાયાત્રાનું સ્વાગત

રાજકોટઃ સંત શિરોમણી પ.પૂ. શ્રી જલારામ બાપાની આજે જન્મજયંતી છે. આ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રા અકિલા ના આંગણે પહોંચતા પુષ્પવર્ષા થી સ્વાગત કરવામાં આવેલ. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલા ના તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા, અકિલા પરિવારના બહેન શ્રીમતી સ્મિતાબેન સુનિલભાઈ રાયચુરા, શ્રી સુનિલભાઈ રાયચુરા, અને શ્રીમતી કિરણ બેન નિમિશભાઈ ગણાત્રા દ્વારા જલારામ બાપા ની મૂર્તિને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે અકિલા પરિવારના ડો. અનિલભાઈ દાસાણી, કિશોરભાઈ કારીયા, રાજભા ઝાલા, શરદભાઈ કારીયા, અમિતભાઇ પોપટ, મિતેષભાઈ આહીર, ભાવેશભાઈ કુકડીયા, પ્રદીપભાઈ ત્રિવેદી, તુષાર ભટ્ટ, ધવલ કારીયા, સાજીદ વીંછી, કમલેશભાઈ, મનસુખભાઇ કપુરીયા, પરાગભાઈ દેવાણી તથા સ્ટાફ પરિવારના બહેનો તેમજ અશોકભાઈ હીંડોચા, પ્રવિણભાઈ કાનાબાર, ડે.મેયર દક્ષાબેન વસાણી, મેહુલ નથવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(3:33 PM IST)










