<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ઉતાવળે કપડા સુકવવા જતાં ત્રીજા માળેથી પટકાતાં ચાંદનીબેનના બંને પગ ભાંગી ગયા

રેલનગરમાં બનાવઃ ગણપતિ વિસર્જનમાં સામેલ થવાનું હોઇ

રાજકોટ તા. ૨૬: રેલનગરમાં રહતાં એક પરિણીતાને પોતે જ્‍યાં રહે છે એ વિંગમાં ગણપતિ વિસર્જન હોઇ તેમાં સામેલ થવાનું હોઇ ઉતાવળે ત્રીજા માળની પોતાની ગેલેરીમાં કપડા સુકવવા જતાં પગ લપસતાં ગેલેરીમાંથી નીચે પટકાતાં બંને પગ ભાંગી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા છે.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર સાધુ વાસવાણી કુંજ એપાર્ટમેન્‍ટ સી-વીંગમાં ત્રીજા માળે રહેતાં ચાંદનીબેન મહેશભાઇ વસદાણી (ઉ.વ.૨૮) નામના પરિણીતા સાંજે ચારેક વાગ્‍યે ત્રીજા માળે પોતાની ગેલેરીમાંથી પડી જતાં બંને પગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. ચાંદનીબેનના પતિ ફ્રુટનો વેપાર કરે છે. તેણીએ કહ્યું હતું કે સાંજે અમારા વિંગમાં ગપણતિ વિસર્જનમાં જોડાવાયું હોઇ ઉતાવળે હું કપડા સુકવવા ગઇ ત્‍યારે અકસ્‍માતે પગ લપસતાં નીચે પટકાઇ હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:02 PM IST)