તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
કાલે માં ચામુંડમાની વાડી (જવેરા) નિકળશે
ભીલ સમાજની પરંપરા મુજબ દાયકાઓથી માંગળીકા પરિવારનાં મઢે (જાગનાથ)થી પંચભૂવાશ્રીની આગેવાની હેઠળ વાડી (જવેરા) નીકળશેઃ જ્ઞાતિજનોને આમંત્રણ

રાજકોટ : ભીલ સમાજની પરંપરાગત જુની રીત-રીવાજ મુજબ માં ચામુંડામાની વાડી (જવેરા) આવતી કાલે દશેરાના તા.૨૦ના મંગળવારના રોજ નિકળશે. આ ભીલ સમાજ પરંપરાગત જુની રીત રીવાજ પ્રમાણે માં ચામુંડામાની વાડીએથી (જવેરા) માં ભીલ સમાજના પુરૂષો, બમળકો પગપાળા ચાલીને નાચતા ગાતા માં ચામુંડામાના ગરબા ગાતા હર્ષો ઉલ્લાસથી ભાગ લેશે.
આ માં ચામુંડામાં ની વાડી (જવેરા) આશરે ૧૫૧ વર્ષથી ભીલ સમાજ વતી માંગળીકા કુટુંબના વળવાઓ કાઢતા હતા. જેમણે સ્વ.ખેતાદાદા, સ્વ. ફકીરા દાદ, સ્વ. રવજી દાદા, સ્વ. મોહનદાદા અને હવે આ વાડી (જવેરા) માંગળીકા કુટુંબના ભૂવાશ્રી હસુભાઇ માંગળીકા દ્વારા કરવામાં આવે છે.
માં ચામુંડામાની વાડી (જવેરા) કાલે તા. ૨૦ મંગળવારે બપોરે ૩ વાગ્યે રાબેતા મુજબ નિયત સ્થળેથી વાજતે ગાજતે નિકળશે. જે પરંમપરાગત ૧૭૦ વર્ષથી વધુ સમયથી રાજકોટમાંથી નીકળે છે. પંચના ભુવાની આગેવાની હેઠળ માંગળીકા પરિવારના મઢેથી બપોરે ૨ વાગ્યે જાગનાથમાંથી નીકળીને જનસતા ચોક, ફુલછાબ ચોક, જયુબેલી ચોક, હોસ્પિટલ ચોક થઇ કેસરીપુલ પાસે પૂર્ણાહુતી થશે. જે જવેરાને પાણીમાં પધરાવવામાં આવશે.
તસ્વીરમાં હસમુખભાઇ રાણા (માંગળીકા), ભરતભાઇ રાણા (માંગળીકા), પલાભાઇ છગનભાઇ માંગળીકા, રાજુભાઇ રાણા (માંગળીકા) મો. ૮૪૮૮૮ ૯૧૫૯૧, નિલેશભાઇ રાણા (માંગળીકા), મનિષભાઇ રાણા (માંગળીકા) મો. ૯૮૨૫૪ ૮૧૯૦૪, પ્રકાશભાઇ પરષોત્તમભાઇ રાણા (માંગળીકા), હર્ષદભાઇ રાણા (માંગળીકા) નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:25 PM IST)










