તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 20th July 2026
જિલ્લા પંચાયતમાં સમિતિઓના અધ્યક્ષ સતારૂઢઃ ૧પ ઓગષ્ટ સુધીમાં તમામ સમિતિઓની બેઠકો
ચૂંટાયેલી પાંખનું તંત્ર ગોઠવાતુ જાય છેઃ શુભેચ્છા આપવા શુભેચ્છકો ઉમટયા

રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા નરશીભાઇ સોજીત્રાને બેઠકના કાર્યકારી સચિવ ડે. ડી.ડી.ઓ. જય ગોસ્વામી, સભ્યો અર્જુન ખાટરિયા, ધર્મેન્દ્ર ટીલાળા, જશ્મીન પીપળિયા, સોનલબેન વાઘરિયા, રાધિકાબા જાડેજા, રમીલાબેન મેર, સવિતાબેન વાસાણી વગેરેએ અભિનંદન આપેલ. બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા શ્રીમતી ભારતીબેન મજબુતભાઇ હુંબલને અર્જુન ખાટરિયા, દીપક ગાજીપરા, લાલજીભાઇ તળાવિયા, જશ્મીન પીપળિયા, ભાજપના અગ્રણી દિનેશ વીરડા વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.(તસ્વીરઃ સંદીપ બગથરિયા)
રાજકોટ, તા. ર૦: જિલ્લા પંચાયતની વિવિધ ૮ સમિતિઓની ગઇ સામાન્ય સભામાં રચના થયા બાદ આજે તમામ સમિતિઓના અધ્યક્ષ ચૂંટણી અલગ અલગ બેઠક મળેલ જેમાં અગાઉ જાહેર થયેલા અધ્યક્ષો વિધિવત રીતે ચૂંટાયા હતા. નવા અધ્યક્ષોને શુભેચ્છા આપવા પંચાયત કચેરીમાં કાર્યકરો અને શુભેચ્છકો ઉમટયા હતા હવે તબક્કાવાર જુદી જુદી સમિતિઓની બેઠક થશે ત્યારબાદ કારોબારી સમિતિ મળશે. કારોબારી બાદ સામાન્ય સભા બોલાવાશે. બધી શાળાઓને સમિતિની મંજુરીથી જરૂરીયાતવાળા કામોની યાદી તૈયાર કરવા જણાવાયુ છે. તા. ૧પ ઓગષ્ટ સુધીમાં કારોબારી સિવાઇની અથવા શકય બને તો કારોબારી સહિતની તમામ સમિતિઓની બેઠક બોલાવી લેવાનું પ્રાથમિક રીતે નકકી થયાનું જાણવા મળેલ છે.
કારોબારી સમિતિમાં નરસીભાઇ સોજીત્રા, સામાજીક ન્યાય સમિતમાં જગદીશ પરમાર, શિક્ષણ સમિતિમાં નિલેષ હીરપરા, આરોગ્ય સમિતિમાં વિલાસભાઇ ઢાંકેચા, બાંધકામ સમિતિમાં ભારતીબેન હુંબલ, અપીલ સમિતિમાં સંજય પીપળિયા હોદાની રૂએ મહિલા બાળ વિકાસ સમિતિ કુંદનબેન માવલ તથા સિંચાઇ સહકાર સમિતિ દેવેન્દ્ર જાપડિયા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
(2:56 PM IST)










