News of Saturday, 17th October 2026
માંડવડીઓ અને દીવડાઓના દિવ્ય પ્રકાશથી ઝળહળી ઊઠ્યો ધોળકિયા સ્કૂલનો ચાચર ચોક!
અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ, ભવ્ય સ્ટેજ સજાવટ, સંગીતવીરોની સુરીલી સંગત અને આકર્ષક કોરિયોગ્રાફી સાથે

રાજકોટ : નવરાત્રીના છઠ્ઠા નોરતે માં કાત્યાયનીની પૂજા-અર્ચના અને મા આદ્યશક્તિની મહાઆરતી સાથે ધોળકિયા સ્કૂલના ચાચર ચોકમાં ભક્તિભાવનો દિવ્ય માહોલ સર્જાયો હતો.‘હા હા રે ઘડુલિયો વગડાની વચ્ચે વાવડી', ‘અંબેમાના મંદિરે', ‘મારે તે સુપડે', ‘કચ્છી રાસ', ‘રાણો અચીંધો' અને ‘મોર બની થનગાટ કરે' જેવા લોકપ્રિય પરંપરાગત ગરબાઓની મનમોહક પ્રસ્તુતિ સાથે મોગલ રાસ અને ચોટીલે ડાકલાએ પણ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. નવદુર્ગાનાં દિવ્ય સ્વરૂપમાં સજ્જ ધોળકિયા સ્કૂલની બાળાઓએ પોતાના અદભુત હાવભાવ, પરંપરાગત વેશભૂષા અને તાલબદ્ધ રજૂઆતથી પ્રાચીન ગરબા-રાસની ભવ્યતાને જીવંત કરી હતી. તલવાર, ત્રિશૂળ અને દીવડાઓ સાથેની તેમની મનમોહક રજૂઆતે સમગ્ર ચાચર ચોકને ભક્તિ, શક્તિ અને સંસ્કળતિના રંગે રંગી દીધો હતો.
પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર એમ.ડી. ચુડાસમા, ડિરેક્ટર દિનેશભાઈ સખીયા, બેડી યાર્ડના પૂર્વ ચેરમેન દૈનિક ભાસ્કરના તંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, સિનિયર પત્રકાર નિહિર પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એ. કે. જાડેજા તથા આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રાકેશકુમાર મુદગલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(3:39 PM IST)










