તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 4th June 2026
વસતી ગણતરીઃ રર હજાર લોકો દ્વારા જાતે નોંધણી કરાવાઇઃ હાલ હાઉસિંગ લીસ્ટ-એરિયા સંશોધન ચાલુ

રાજકોટ તા. ૪: જિલ્લામાં ૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે.આ વખતે પ્રથમવાર નાગરિકોને ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પોતે જ પોતાની વિગતો નોંધવાની સ્વાયત્તતા આપવામાં આવી હતી.જે અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં ૨૨ હજાર જેટલા લોકોએ પોતાની જાતે નોંધણી કરાવી છે. રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકામાં ૩૪૭૬ ગણતરીદારો છે. જેમાં ૨૯૮૨ ગણતરીદારો અને ૪૯૪ સુપરવાઇઝર છે. જ્યારે મહાનગરપાલિકામાં ૪૧૩૪ નો મેન પાવર છે જેમાં ગણતરીદારો ૩૫૨૮ ગણતરીદારો અને સુપરવાઇઝર ૬૦૬ છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ ૭૬૧૦ ગણતરીદારો જિલ્લામાં ૨૯૨૮ બ્લોક્સ છે. કોર્પોરેશનમાં ૩૧૦૦ હાઉસિંગ બ્લોક્સ છે.
આ સિવાય શહેર અને જિલ્લામાં પ્રથમ તબક્કામાં દરમિયાન હાલ હાઉસિંગ લિસ્ટના એરિયા સહિતનું પણ સંશોધન ચાલી રહ્યું છે. ૩૦ જૂને પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થશે.વસ્તી ગણતરીનો મુખ્ય અને બીજો તબક્કો આગામી વર્ષે ૯ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ દરમિયાન યોજાશે. આ બીજા તબક્કામાં જ મુખ્ય વસ્તી ગણતરીની સાથે-સાથે દેશભરમાં પ્રથમવાર જાતિ ગણતરીની કામગીરી પણ આટોપી લેવામાં આવશે.
(2:06 PM IST)










