તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી : બ્રહ્મસમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા

રાજકોટ : ગઇકાલે અખાત્રીજના ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉમંગભેર ઉજવણીક રાઇ હતી. બ્રહ્મસમાજ દ્વારા વિવિધ સ્થળોએ પૂજન અર્ચનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા ગત સાંજે શ્રી પંચનાથ મહાદેવ મંદિરથી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ શોભાયાત્રા પંચનાથ મહાદેવ મંદિરથી પ્રારંભ થઇ લીંમડા ચોક, ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, રૈયા રોડ, રૈયા ચોક, આલાપ ગ્રીન સિટી અને રૈયા ગામથી પસાર થઈ પરશુરામ ધામ ખાતે પહોંચી હતી. જયાં મહાઆરતી અને મહાપ્રસાદના આયોજન સાથે કાર્યક્રમોને પૂર્ણ જાહેર કરાયા હતા. શોભાયાત્રા દરમિયાન ભગવાન પરશુરામજીનો ભવ્ય રથ અને વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બ્રાહ્મણ સમાજ માટે બલિદાન આપનાર મહાન વ્યક્તિઓના ચિત્રો અને વેદ-પુરાણોની ઝલક રજૂ કરવામાં આવી હતી. ફરસી રાસ અને પરંપરાગત રજૂઆતોએ પણ સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભગવાન પરશુરામના પંડાલમાં સપ્તાહભર મહાઆરતી ઉપરાંત દરરોજ રાત્રે સાંસ્કળતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેનું ગઇકાલે સમાપન થયુ હતુ. સમગ્ર પરશુરામ જન્મોત્સવને સફળ બનાવવા પરશુ બ્રહ્મયુવા ગ્રુપના પ્રમુખ મનીશભાઇ જોષી એડવોકેટ, કશ્યપ ભટ્ટ, તેજસ ત્રિવેદી, પ્રતિક બલભદ્ર, પરશુરામ પંડયા, ધનંજય દવે, આશિષ મહેતા, વિમલ દવે, ઉમંગ ભટ્ટ, ચિંતન વ્યાસ, રાજા ભટ્ટ, ધનશ્યામ મહેતા, શનિ જાની, તપન જોષી, મયંક ભટ્ટ, પ્રશાંત રાજગુરૂ, જય જાની, આદિત્ય વ્યાસ, વિશાલ પંડીત, નરેશ જોષી, કેવલ ભટ્ટ, મોહિત ઠાકર, એ. કે. જોષી, કશ્યપ ઠાકર, સની જાની, દીપ વ્યાસ, સાવન જાની, ઉદય જોષી, હિતેષ જોષી, મિહિર પુરોહિત, મયંક ભટ્ટ, વિમલ સાવન જાની તેમજ સમિતિના હિરલબેન બલભદ્ર, કિરણબેન વ્યાસ, માહીબેન પંડયા, સંગીતાબેન ઓઝા, હિરલબેન ભટ્ટ, કિરણબેન જોષી, ચંદ્રીકાબેન મહેતા, નીતાબેન રત્નેશ્વર, ઉર્વશીબેન રત્નેશ્વર, નિશાબેન પંડયા, અલકાબેન જોષી, હેતલબેન પંડયા, દક્ષાબેન જોષી, ધાત્રીબેન ભટ્ટ, સ્મિતાબેન પંડયા, દર્શનાબેન જોષી, મીરાબેન જોષી, સુમિતાબેન જોષી, તેજલબેન ત્રિવેદી, તેમજ મીડીયા સમિતિ ઇન્ચાર્જ તરીકે રાજુભાઇ ત્રિવેદી, ચિંતનભાઈ વ્યાસ જવાબદારી સંભાળી હતી. પરશુરામજીની વિશાળ પ્રતિમા સાથેની શોભાયાત્રા અને સાથે જોડાયેલ ફલોટસ તેમજ વિશાળ સંખ્યામાં બ્રહ્મસમાજના ભાઇ બહેનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(11:10 AM IST)










