<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

વ્‍યવસાયી વિદ્યા પ્રતિષ્‍ઠાન-સંકુલ ખાતે વૃક્ષારોપણ કરી સ્‍થાપના દિવસની ઉજવણી

રાજકોટ : પર્યાવરણનું જતન અને સંવર્ધન થાય તે હેતુથી વ્‍યવસાયી વિદ્યા પ્રતિષ્‍ઠાન તેમજ ‘ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇન્‍ટીરીઅર ડીઝાઇન'ના સૌરાષ્‍ટ્ર ચેપ્‍ટર દ્વારા સામાજિક ઉત્તરદાયિત્‍વ અને પ્રકળતિ પરત્‍વેની સંવેદના અભિવ્‍યક્‍ત કરતા ૭૫ વળક્ષોના વીવીપીના નયનરમ્‍ય પરિસરમાં રોપણ થકી ૧૮માં સ્‍થાપના દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરેલ હતી. આ પ્રસંગે વીવીપીના ટ્રસ્‍ટી ડો.નરેન્‍દ્રભાઈ દવે, ‘ઇપ્‍સા'ના નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદી, વીવીપી ઈજનેરી કોલેજના આચાર્ય ડો.પીયુષ વણઝારા, ઇન્‍દુભાઇ પારેખ સ્‍કૂલ ઓફ આર્કિટેક્‍ચરના આચાર્ય ડો.દેવાંગ પારેખ, કિચ સ્‍કૂલ ઓફ ડીઝાઇનના વડા સુશ્રી શૈલીબહેન ત્રિવેદી, આઈ.આઈ.આઈ.ડી- રાજકોટ ચેપ્‍ટરના ચેરમેન મેહુલ બુદ્ધદેવ, માનદ સેક્રેટરી ધવલ રંગાણી, એન.ઈ.સી.મેમ્‍બર હરેશ પરસાણા, તેમજ આઈ.આઈ.આઈ.ડી- રાજકોટ ચેપ્‍ટરના ૭૫ સભ્‍યોની પ્રેરક ઉપસ્‍થિતિ રહેલ હતી. પ્રકળતિ વંદના સ્‍વરૂપ વળક્ષારોપણ અંતર્ગત દેસી કુળના બહુઉપયોગી એવા ૭૦ વળક્ષોના વાવેતર કરાયુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાનાં ટ્રસ્‍ટીગણ  કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્શલભાઈ મણીઆર, ડો.નરેન્‍દ્રભાઈ દવે, ડો.નવીનભાઈ શેઠનાં વડપણ હેઠળ સર્વે સંસ્‍થાના આચાર્યશ્રીઓ તેમજ કર્મચારીગણે જહેમત ઉઠાવેલ હતી.

(3:17 PM IST)