<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

પ્રભુજીના ચ્‍યવન કલ્‍યાણકની ભાવભેર ઉજવણીઃ કાલે જન્‍મ કલ્‍યાણક

સુપાર્શ્વનાથ જિનાલયની ૨૦૦મી સાલગીરી અંતર્ગત ધર્મોત્‍સવઃ આ.ભ.પૂ. શ્રી જિન-હેમચન્‍દ્રસાગર સુરિશ્વરજી મહારાજા આ.ઠા.ની પાવન નિશ્રા

 શહેરના સોની બજાર સ્‍થિત માંડવી ચોક દેરાસરની ૨૦૦મી ધજાના પાવન અવસરે પૂ.ગુરૂભગવંતો નગર પ્રવેશ થઇ ચૂકયો છે, ત્‍યારે રવિવારે રેસકોર્ષ મેદાન ખાતે યોજાનાર ધર્મસભા તથા સકલ જૈનોના સ્‍વામીવાત્‍સલય સંઘ જમણની વ્‍યવસ્‍થા માટે ડોમ નિર્માણ, રસોઇ સામગ્રીનો ધમધમાટ ચાલી રહયો છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા.૮: રાજકોટ જૈન તપગચ્‍છ સંઘ દ્વારા શહેરના ૧૯૯ વર્ષ પ્રાચીન જૈન તીર્થ સુપાર્શ્વનાથ દેરાસર (માંડવી ચોક)ની ૨૦૦મી ધજાનો પાવન અવસર ગઇકાલે પુ.ગુરૂભગવંતોના નગર પ્રવેશ સાથે શરૂ થયો છે.

આ મહોત્‍સવમાં અયોધ્‍યાપુરમ તીર્થના સ્‍વપ્‍નદ્રષ્‍ટા પૂ.આ.શ્રી જિનહેમચન્‍દ્રસાગર સુરીશ્વરજી મહારાજા આ.ઠા. પાવન નિશ્રા પ્રદાન કરવા પદાર્પણ કર્યું હતું. ગઇકાલે સવારે રઘુકુળ એપાર્ટમેન્‍ટ ખાતેથી પૂ.શ્રીનો નગરપ્રવેશ યોજાયો હતો.

ગઇકાલે તા.૭ મેના રોજ લઘુનંદાવર્ત પૂજન, ક્ષેત્રપાલ પુજન, ૧૦ દિકપાલ પુજન, ૧૬ વિદ્યાદેવી પુજન, નવગ્રહ પુજન, અષ્‍ટમંગલ પુજન તથા નવ પદ પુજન મણિયાર દેરાસર ખાતે યોજાયુ હતું.

જયારે આજે તા.૮ના રોજ ચ્‍યવન કલ્‍યાણક, કાલે તા.૯ના જન્‍મકલ્‍યાણ ઉજવાશે તથા તા.૧૦ના રોજ સવારે ૭ કલાકે મણીયાર દેરાસરથી વારાણસી નગરી, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ સુધી ભવ્‍ય રથયાત્રા નિકળશે, ત્‍યારબાદ સકલ જૈનોનું સ્‍વામીવાત્‍સલ્‍ય સંઘ જમણ યોજાશે. ત્‍યારબાદ ર વાગે પ્રભુનું મામેરૂ, લગ્ન મહોત્‍સવ સહિતના કાર્યક્રમો યોજાશે.

જયારે તા.૧૧ના રોજ દિક્ષા કલ્‍યાણક, અંજનશલાકા તથા તા.૧૨ના રોજ પ્રાતઃ સ્‍નાત્ર મહોત્‍સવ પછી પ્રભુની ૨૦૦મી ધ્‍વજાનું વિધાન સકલ સંઘની સમૃધ્‍ધિ માટે અષ્‍ટોતરી શાંતિ- સ્‍નાત્ર વિધાન યોજાશે.

ઉપરાંત તા.૧૨ના રોજ સવારે ૬:૩૦ કલાકે ધજાનું સામૈયુ તથા ૭:૩૦ કલાકે ધજારોહણ તથા નવકારશી માંડવી ચોક દેરાસર ખાતે યોજાશે. વિધીકારક તરીકે પ્રકાશભાઇ દોશી તથા સંગીતકાર તરીકે ધર્મેશભાઇ દોશી, શૈલેષભાઇ વ્‍યાસ તથા નિલેષભાઇ ટોળીયા ભકિત કરાવશે.

તા.૧૩ના રોજ પ્રભુજીની પ્રતિષ્‍ઠા યોજાશે. જેમાં પ્રભુની અષ્‍ટપ્રકારી પુજા, કંકુ દ્વારા છાપા, સવા લાખ અક્ષત દ્વારા સ્‍વસ્‍તિક, પ્રતિષ્‍ઠાચાર્યને કામલી અર્પણ, માણેક લાડવો અર્પણ, મોટી શાંતિ સહિતના ધર્મનુષ્‍ઠાનો માંડવી ચોક દેરાસર ખાતે યોજાશે. વિધીકારક તરીકે જશુભાઇ શાહ તથા સંગીતકાર પ્રતાપભાઇ શાહ ભકિત સંગીતની રમઝટ બોલાવશે. તેમ પ્રમુખ જીતુભાઇ દેસાઇની યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:18 PM IST)