News of Tuesday, 27th October 2026
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કાર્ગો સેકટર પાણીથી લથબથ : પાઇપ લીકેજ : ભારે હાલાકી
શોર્ટ સર્કિટનો ભય : ઇન્ડિગોનો ૪ ટન સામાન અટવાયો : લાખોનું નુકશાન

રાજકોટ, તા. ર૭ : રાજકોટથી ૩૦ કિ.મી. દૂર આવેલા હિરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેકટરમાં પાણી લીકેજ થતા, આખો વિભાગ પાણીથી લથબથ થઇ ગયો છે. ૪૮ કલાકથી પાણી લીકેજને કારણે, સમગ્ર કાર્ગો કામગીરી ઠપ્પ થઇ જતા લાખોનું નુકશાન હોવાના પ્રાથમિક રીપોર્ટ છે. લોકો, ઉદ્યોગકારોએ એરપોર્ટ ઓથોરીટીની કામગીરી ઉપર ભારે સવાલ ઉઠાવ્યા છે, દિલ્હી સુધી ફરીયાદો થઇ છે.
વિગતો મુજબ બે દિવસથી પાણી લીકેજના કારણે ફલોર પર પાણી ભરાઇ જતા સમગ્ર કામગીરી ખોરવાઇ છે. એટલુ જ નહીં મોટા ઇલેકટ્રીક બોર્ડ સુધી પાણી પહોંચતા શોર્ટ સર્કિટનો ભય ઉભો થયો છે.
મળતી વિગતો મુજબ પાણી લીકેજને કારણે ઇન્ડીગો અને અન્ય એ
રલાઇન્સનો ૪ થી પ ટન માલસામાન અટવાઇ ગયો છે, લાખોનો સામાન બે દિવસથી લોડ નહીં થતા ભારે દેકારો મચી ગયો છે.
(1:03 PM IST)










