<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ટ્રકની ઠોકરે કારનો બૂકડોઃ માળીયા હાટીનાના અવાણીયા ગામના આરોગ્‍ય કર્મચારીનું મોતઃ મિત્રને ઇજા, પુત્રનો બચાવ

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સચ્‍ચા સોૈદા પંજાબી ઢાબા નજીક રાતે બનાવ કોડીનાર રહેતાં મેલેરીયા વિભાગના વર્કર લલીતકુમાર ટીલાવત (ઉ.વ.૫૮) દિકરા દેવાંગભાઇ અને જુનાગઢ રહેતાં મિત્ર વિકાસભાઇ જોષી સાથે ગાંધીનગર કામ માટે ગયા હતાં: ત્‍યાંથી પરત આવતાં હતાં ત્‍યારે બનાવઃ વિકાસભાઇ સારવાર હેઠળઃ દેવાંગનો બચાવ

અકસ્‍માત બાદ બૂકડો બોલી ગયેલી કાર, ગોઝારો ટ્રક અને મૃત્‍યુ પામનાર લલીતકુમાર ટીલાવત (ઇન્‍સેટ) જોઇ શકાય છે

રાજકોટ તા. ૮: રાજકોટ-અમદાવાદ હાઇવે પર મોડી રાતે સચ્‍ચા સોૈદા પંજાબી ઢાબા નજીક ટ્રકની ઠોકરે કારનો બૂકડો બોલી જતાં તેમાં બેઠેલા માળીયા હાટીના તાબેના અવાણીયા ગામે રહેતાં આરોગ્‍ય વિભાગના કર્મચારીનું ગંભીર ઇજાઓ થતાં મૃત્‍યુ થયું છે. જ્‍યારે કારચાલક તેમના દિકરાનો બચાવ થયો હતો. સાથે બેઠેલા આરોગ્‍ય કર્મચારીના કોડીનાર રહેતાં મિત્રને ઇજા થતા સારવાર માટે દાખલ કરાયા છે. ગાંધીનગર કામ માટે ગયા હોઇ ત્‍યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોીનાર જીન પ્‍લોટમાં રહેતાં અને જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાબેના અવાણીયા ગામે આરોગ્‍ય કેન્‍દ્રમાં મેલેરીયા વિભાગમાં ફરજ બજાવતાં લલીતકુમાર બાલકદાસ ટીલાવત (ઉ.વ.૫૪) કામ માટે ગઇકાલે ગાંધીનગર કાર નંબર જીજે૬આરએ-૬૫૦૩ મારફત ગયા હતાં. તેમની સાથે દિકરા દેવાંગભાઇ લલીતકુમાર ટીલાવત (ઉ.વ.૨૪) અને જુનાગઢ ગાર્ડન હીલ પાસે રહેતાં મિત્ર વિકાસભાઇ લાલશંકર જોષી (ઉ.વ.૬૫) પણ ગયા હતાં. કામ પતાવી મોડી રાતે ત્રણેય ગાંધીનગરથી પરત કોડીનાર જવા નીકળ્‍યા હતાં. આ વખતે કાર દેવાંગભાઇ ચલાવી રહ્યા હતાં.

રાત્રીના સાડા બારેક વાગ્‍યે કાર કુવાડવાથી રાજકોટ તરફ હાઇવે પર સચ્‍ચા સોૈદા ઢાબા નજીક પહોચી ત્‍યારે ટ્રક આરજે૧૪ જીજે-૫૫૭૫ના ચાલકે કારને ઠોકરે ચડાવતાં કારનો બૂકડો બોલી ગયો હતો. આ કારણે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. કારચાલક દેવાંગભાઇનો ચમત્‍કારીક બચાવ થયો હતો. પરંતુ તેમના પિતા લલીતકુમાર ટીલાવત અને પિતાના મિત્ર વિકાસભાઇ જોષીએ ઇજાઓ થઇ હોઇ દેવાંગભાઇએ બંનેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તેમના પિતા લલીતકુમારનું ટુંકી સારવારબાદ મૃત્‍યુ થાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

લલીતકુમારને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. તેઓ પાંચ ભાઇ અને બે બહેનમાં પાંચ્‍મા નંબરે હતાં. તેમના મિત્ર વિકાસભાઇ જોષી નિવૃત સરકારી કર્મચારી છે. આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસનને કરી હતી.

(3:41 PM IST)