તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
શું ઉપવાસ મગજના કોષોને પુનર્જીવિત કરી શકે?
આયુર્વેદનું અવનવું - ભાગ-૫ ‘લંઘનમ્ પરમ ઓષધમ્' એ આયુર્વેદના સિદ્ધાંતને દુનિયાના ઘણા વૈજ્ઞાનિકોએ સંશોધનો દ્વારા પુષ્ટિ આપી છે

મગજના કોષોને જ્યારે કોઈ કારણસર નુકસાન થાય ત્યારે શરીર તેને સ્વયં રિપેર કરી શકતું નથી અને આ જ કારણસર બ્રેઇન સ્ટ્રોક કે પક્ષઘાત જેવા રોગોથી પીડાતા દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ શકતા નથી. વર્ષો સુધી આ એક સર્વસ્વીકળત સત્ય માનવામાં આવતું હતું જેની સામે આધુનિક વિજ્ઞાન વર્ષો સુધી લાચાર હતું. પરંતુ કેટલાક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધનોએ આ પરંપરાગત ધારણાને મૂળમાંથી બદલી નાખી અને સાથે આપણી પ્રાચીન ઉપવાસની પરંપરા અને મગજના નવા કોષોના નિર્માણ વચ્ચેનો ગાઢ સંબંધ પર વૈજ્ઞાનિકોએ પણ મહોર મારી.
આંતરરાષ્ટ્રીય અધ્યયન
વર્ષો પહેલા અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓન એજિંગ (NIA) તથા જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંયુક્ત અધ્યયનમાં એક અત્યંત આશાસ્પદ તારણ સામે આવ્યું હતું. જે મુજબ શુદ્ધ શાકાહારી ભોજન, સમયાંતરે કરવામાં આવતા ઉપવાસ અને પ્રાકળતિક, રસાયણમુક્ત પાણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં અસાધારણ વધારો થાય છે. આ પ્રક્રિયા દરમિયાન શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા સ્ટેમ સેલ્સ સક્રિય થાય છે. આ સક્રિય થયેલા સ્ટેમ સેલ્સ મગજના ક્ષતિગ્રસ્ત કોષોના પુનઃઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરવામાં મદદરૂપ બને છે. જેને સાયન્સની ભાષામાં ન્યુરોજીનેસિસ કહેવાય છે. આ સંશોધને સાત્વિક ઉપવાસ અને સાદા શાકાહારી ભોજનની આપણી ભારતીય પરંપરાનું વૈજ્ઞાનિક મહત્ત્વ વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે.
મોલેકયુલર વિજ્ઞાન
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ન્યુરોસાયન્સ વિભાગના પ્રોફેસર અને NIAના ભૂતપૂર્વ ન્યુરોસાયન્સ લેબોરેટરી હેડ ડૉ. માર્ક મૅટસનના છેલ્લા ૨૫ વર્ષના સંશોધનો દર્શાવે છે કે ૧૨થી ૧૬ કલાકના ઉપવાસ દરમિયાન મગજમાં BDNF એટલે કે બ્રેઇન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર નામના પ્રોટીનનું ઉત્પાદન વધી જાય છે જેને મગજના કોષો માટે ફર્ટિલાઇઝર ગણવામાં આવે છે. આ ખાતર બ્રેઇનમાં નવા ન્યુરોન્સ ઉત્પન્ન કરવાની સાથે જૂના ન્યુરોન્સના જોડાણોને વધુ મજબૂત બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ ૨૦૧૬માં જપાનના વૈજ્ઞાનિક ઓસુમી યોશિનોરીને ઉપવાસ દરમિયાન શરૂ થતી ઓટોફેજી પ્રક્રિયાની શોધ માટે મેડિસિન ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. ઓટોફેજી એટલે કે કોષો દ્વારા પોતાના જ ક્ષતિગ્રસ્ત કે મળત ભાગોને સાફ કરીને રિસાયકલ કરવાની કુદરતી ક્ષમતા.
જ્યારે આપણે નવરાત્રિ, એકાદશી કે લંઘન જેવા ઉપવાસ કરીએ છીએ, ત્યારે મગજ પોતાના ક્ષતિગ્રસ્ત કોષોનો કચરો સાફ કરીને નવા તંદુરસ્ત કોષોનું નિર્માણ વેગવંતું બનાવે છે.
ઉપવાસથી થતા લાભની સાક્ષી પૂરતા અન્ય વૈજ્ઞાનિક પૂરાવા
ઉપવાસથી શરીરમાં ઉત્પન્ન થતા કિટોન્સ મગજના કોષોને ઉર્જા આપે છે, જેનાથી યાદશક્તિ વધે છે અને ન્યુરોપ્લાસ્ટિસિટી સુધરે છે.
જ્જ ઉપવાસ દરમિયાન ન્યુરોનલ એક્સોસોમ્સમાં નોંધપાત્ર સુધારો થાય છે જે અલ્ઝાઈમર અને પાર્કિન્સન્સ જેવા ન્યુરોલોજીકલ રોગો સામે રક્ષણ આપે છે.
જ્જ ૨૪ થી ૪૮ કલાકનો ઉપવાસ જૂના અને ક્ષતિગ્રસ્ત ઇમ્યુન સેલ્સ તથા ન્યુરલ સ્ટેમ સેલ્સને રીસેટ કરે છે, જેથી નવા અને સક્ષમ સ્ટેમ સેલ્સ જનરેટ થાય છે.
જ્જ ઉપવાસ એ માત્ર વજન ઘટાડવા માટે નથી, પરંતુ શરીર માટે‘રીબૂટ' બટન સમાન છે જે શરીરના પોતાના સ્ટેમ સેલ્સને જાગળત કરે છે, જે ક્ષતિગ્રસ્ત પેશીઓ અને કોષોના રિપેરિંગનું કામ સ્વયં ઉપાડી લે છે.
જ્જ સતત ખાવાની આદતો અને પ્રોસેસ્ડ ફૂડથી આપણી નર્વસ સિસ્ટમ પર ઓવરલોડ થાય છે. સાત્વિક ફાસ્ટિંગ મગજના ઇન્ફ્લેમેશન (સોજો)ને ઘટાડીને ન્યુરોન્સને નવું જીવન આપવા માટે જરૂરી વાતાવરણ પૂરું પાડે છે.
મેટાબોલિક સ્વિચિંગ : ભારતીય સાત્વિક ઉપવાસનો મહત્ત્વનો ભાગ
આપણી ભારતીય પરંપરામાં દર્શાવેલો ‘સાત્વિક ઉપવાસ' જેમાં ભારે કે તળેલું ભોજન ખાવાને બદલે માત્ર પાણી, ફળો, દૂધ કે હળવો આહાર લેવાય છે. આજના આંતરરાષ્ટ્રીય ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનું જ એક ઉત્કળષ્ટ રૂપ છે. ઉપવાસના ૧૨થી ૧૪ કલાક પછી શરીર ઊર્જા માટે ગ્લુકોઝને બદલે ફેટમાંથી બનતા ‘કિટોન્સ'નો ઉપયોગ શરૂ કરે છે. આ કિટોન્સ મગજના કોષો માટે સુપર-ફયુઅલનું કામ કરે છે. જ્યારે પાચનતંત્ર આરામ મેળવે છે. ત્યારે શરીર પોતાની તમામ ઊર્જા સુષુપ્ત સ્ટેમ સેલ્સને સક્રિય કરવામાં અને ક્ષતિગ્રસ્ત ન્યુરોન્સના પુનઃનિર્માણમાં લગાડે છે.
જે વાત આધુનિક વિજ્ઞાન આજે જટિલ લેબોરેટરી ટેસ્ટ અને નોબેલ પ્રાઈઝ વિનિંગ સંશોધનો દ્વારા સાબિત કરી રહ્યું છે તે જ વાત આપણા ઋષિમુનિઓએ અને પૂર્વજોએ ઉપવાસ અને સાત્વિક આહારની પરંપરા દ્વારા સદીઓ પહેલાં આપણી જીવનશૈલીનો ભાગ બનાવી દીધી હતી. યોગ્ય પદ્ધતિથી કરવામાં આવતો સાત્વિક ઉપવાસ એ મગજના સ્વાસ્થ્ય માટે કુદરતે આપેલી શ્રેષ્ઠ ભેટ છે.
(પરિચય : પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વૈજ્ઞાનિક સંશોધન અને નીતિવિષયક સુધારાઓમાં નોંધપાત્ર યોગદાન આપનારા આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા દુનિયાભરમાં અગ્રણી અનુભવી આયુર્વેદ ચિકિત્સક તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે.)
આપનો પ્રતિભાવ [email protected] પર ઇમેલ કરી શકાશે.
(3:30 PM IST)










