<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

પડધરી તાલૂકા પંચાયતની થોરયાળી બેઠકની પેટાચૂંટણીજાહેરઃ ૨૧મીએ જાહેરનામુઃ આચારસંહિતા અમલમાં

૨૬મી સૂધી ફોર્મ ભરી શકાશેઃ ૧૧ ઓકટોબરે મતદાનઃ ૧૩મીએ મતગણત્રી..

રાજકોટ,તા.૧૭: રાજ્‍ય ચૂંટણી પંચ  દ્વારા રાજકોટ જિલ્લાની પડધરી તાલુકા પંચાયતની થોરયાળી બેઠકની પેટા ચૂંટણી માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્‍યો છે. આ જાહેરાત સાથે જ સમગ્ર સંબંધિત વિસ્‍તારમાં આદર્શ આચારસંહિતા તત્‍કાલ અસરથી અમલમાં આવી ગઈ છે.

આગામી તારીખ ૨૧મીએ ચૂંટણીનું જાહેરનામું અને ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરાશે, ૨૬મીએ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ, ૨૮મીએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે, ૨૯મીએ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો છેલ્લો દિવસ, ૧૧ ઓક્‍ટોબરે મતદાન યોજાશે અને ૧૩ ઓક્‍ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્‍યા મુજબ થોળીયારી બેઠક વિસ્‍તાર હેઠળ આવતા વિસ્‍તારોમાં તમામ ઉમેદવારો, રાજકીય પક્ષો અને વહીવટી તંત્રે ચૂંટણી આયોગની આચારસંહિતાના નિયમોનું ચુસ્‍ત પાલન કરવાનું રહેશે. ચૂંટણી મુક્‍ત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તે માટે સંબંધિત સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓની બઢતી, બદલી કે નવી રજાઓ પર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્‍યાં સુધી પ્રતિબંધ રહેશે.સ્‍થાનિક ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને મતગણતરી પૂર્ણ થાય તે માટે જરૂરી વહીવટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં થોરયાળી અને ખોડાપીપર એમ બે ગામમાં મતદાન મથકો છે. કુલ ૪૧૯૦થી વધૂ મતદારો છે. તંત્ર દ્વારા ચુંટણી-મતદાન અંગે તૈયારીઓ શરૂ કરાઇ છે.

(2:49 PM IST)