<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

પાણીના પાઉચના મશીનથી દેશી દારૂના ‘બુંગીયા' બનાવી વેંચાણ થતુ'તું: મવડીમાં પીસીબીનો દરોડો : જુઓ વિડીયો

મારૂતિનંદનનગર-૪માં મકાનમાંથી મહેન્‍દ્રઝડપાયોઃ યોગીરાજસિંહ ગોહિલનું નામ ખુલ્‍યું ૨૨૫ લીટર દારૂ, પાઉચનું મશીન, પ્‍લાસ્‍ટીકના રોલ કબ્‍જેઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: શહેરમાં પોલીસ દેશી તેમજ વિદેશી દારૂની બદ્દી ડામવા સતત દરોડા પાડી રહી છે. વિદેશીની સાથે સાથે દેશી દારૂના ધંધાર્થીઓ પણ બેફામ બન્‍યા છે. આ દરમિયાન મવડી રોડ મારૂતિનંદનનગરમાં એક શખ્‍સે ઘરમાં દેશી દારૂની કોથળીઓ પેક કરવા ખાસ મશીનનો ઉપયોગ શરૂ કર્યો હતો. પાણીના પાઉચ બનાવવાના મશીનમાં પાણીની જગ્‍યાએ દેશી દારૂ નાંખી દારૂના પાઉચ બનાવવામાં આવી રહ્યા હતાં. પીસીબીએ દરોડો પાડી એકને પકડી લીધો, સુત્રધારનું નામ ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ પીસીબીની ટીમ દારૂના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. હિરેન્‍દ્રસિંહ અને દેવરાજભાઇને બાતમી મળી હતી કે મવડી રોડ મારૂતિનંદનનગર શેરી નં. ૪માં આવેલા મકાનમાં એક મશીનથી દેશી દારૂના પાઉચ પેક કરી વેંચાણ થાય છે. પોલીસે દરોડો પાડતાં આ બાતમી સાચી ઠરી હતી. પાણીના પાઉચના મશીનનો ઉપયોગ કરી દારૂના પાઉચ બનાવવામાં આવી રહ્યા હતા. પોલીસે અહિ હાજર મહેન્‍દ્ર વિજયભાઇ ઉકડીયા (ઉ.વ.૧૯-રહે. મારૂતિનંદનનગર-૨)ને પકડી લીધો હતો. તેની પુછતાછ થતાં યોગીરાજસિંહ ગોહિલના કહેવાથી પોતે આ પાઉચ બનાવી રહ્યાનું કબુલતાં આ શખ્‍સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દરેક ધંધામાં ધંધાર્થીઓ પોતાની રીતે આગવી સુઝથી આગળ વધી રહ્યા છે. ત્‍યારે હવે દારૂના ધંધામાં પણ ધંધાર્થીઓ દારૂના બુંગીયા બનાવવા મશીનનો ઉપયોગ કરતાં થઇ ગયા છે. પોલીસે મશીનથી બનાવાયેલા દેશી દારૂના પાઉચમાંથી તેમજ અલગથી મળી રૂા. ૪૫ હજારનો ૨૨૫ લીટર દેશી દારૂ, રૂા. ૧,૫૦,૦૦૦નું કોથળીના પાઉચ બનાવવાનું મશીન, પાઉચ બનાવવા માટેના પ્‍લાસ્‍ટીકના રોલ ૯ નંગ કબ્‍જે કર્યા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઈ સોનારા, હેડકોનસ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીયા, વાલજીભાઈ જડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે, હરપાલસિંહ જાડેજા તથા ડ્રા. હેડકોન્‍સ. જયેશભાઈ ગઢવીએ આ કામગીરી કરી છે.

(1:51 PM IST)