<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

શહેરમાં ૧૨ મંદિરો ઉપર રાત્રે બુલડોઝર ફરી વળ્‍યું

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓ પુરી થયા બાદ ફરી શરૂ થઇ ગેરકાયદે બાંધકામો ઉપર કાર્યવાહી વોર્ડ નં.૮ અને ૧૧ના મવડી-નાના મવા સહિતના વિસ્‍તારોમાં મોડીરાતથી સવાર સુધી ચાલ્‍યું ઓપરેશનઃ ૮ મંદિર તો હનુમાનજીનાઃ લોકોમાં રોષ


સ્થાનિક સ્વરાજયની ચુંટણી પુરી થતા જ રસ્તા પરના નડતરરૂપ, હાઇકોર્ટના હુકમ થતા ગેરકાયદેસર બાંધકામો હટાવવા  તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મોડી રાત્રે હાઇર્કોટની સુચના અને રસ્તા પર નડતર રૂપ ધાર્મિક બાંધકામોના દબાણો દુર કરવા પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં શહેરના મવડી, માયાણી આવાસ યોજના, ઉદયનગર, નાનામવા સહિતના વિસ્તારોમાં હનુમાનની ડેરી સહિતના દસથી વધુ મંદિરો તોડી પાડવામાં આવ્યા અને આ સમયે લોકોમાં પણ રોષ જાવા મળી રહ્ના છે. તે વખતની તસ્વીર (તસ્વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા.૧૫: મહાનગર પાલિકાની ટાઉન પ્‍લાનિંગ શાખા દ્વારા શહેરના મવડી, નાનામવા, મવડી અને આસપાસના વિસ્‍તારોમાં મોડી રાત્રે વિશાળ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિકને અડચણરૂપ તેમજ રોડ-રસ્‍તાની હદમાં આવતા નાના મંદિરો, હનુમાનજીની દેરીઓ અને ધાર્મિક બાંધકામો સામે તંત્રએ કડક વલણ અપનાવતા એકસાથે ૧૨થી વધુ સ્‍થળોએ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, કોઈપ્રકારનું ઘર્ષણ કે વિરોધ ન સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા સમગ્ર કાર્યવાહી રાત્રિના સમયે કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. રાત્રે અંદાજે દોઢ વાગ્‍યાથી શરૂ થયેલી કાર્યવાહી વહેલી સવારે પાંચ વાગ્‍યા સુધી સતત ચાલી હતી. આ દરમિયાન પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો અને PGVCLની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી જેથી વીજ પુરવઠા સંબંધિત તકેદારી રાખી શકાય.

કોર્પોરેશનના દળ દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં આવેલા નાના મંદિરો અને દેરીઓને હટાવવામાં આવ્‍યા હતા. જેમાં ૧૨ મી. ટી.પી. રોડ પર આવેલ હનુમાનજીની દેરી, યોગીનગર મેઈન રોડ પર દેશા ચૌકી પાસે આવેલ હનુમાનજીની દેરી, માયાણી આવાસ યોજનાની બાજુમાં માપા સાહેબ-મેલડીમાં મંદિર, પવળપુર વિસ્‍તારમાં અંબાજી મંદિર અને હનુમાન મંદિર, વિકાસનગર-૩ વિસ્‍તારમાં ઉદ્યાનપાલની મેલડીમાં મંદિર સહિતના બાંધકામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મવડી વિસ્‍તારના ઉદયનગર-૨માં આવેલ શ્રી હનુમાનજી મંદિર, શ્રી કસ્‍તભંજન હનુમાન મહારાજ મંદિર, ઉદયનગર-૧૯ ખાતે શ્રી કાળીયા હનુમાનજી મંદિર, મવડી મેઈન રોડ પર આવેલ શ્રી જય બાલાજી મંદિર, માયાણી ચોક પાસે આવેલી હનુમાનજીની દેરીઓ તેમજ ચંદ્ર પાર્ક-ચૌરસિયા વિસ્‍તારમાં આવેલ માતાજી મંદિર સહિતના ધાર્મિક સ્‍થળો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

કોર્પોરેશનના સૂત્રોના જણાવ્‍યા મુજબ, શહેરમાં રોડ પહોળા કરવાની કામગીરી, ટ્રાફિક વ્‍યવસ્‍થા સુધારવા તેમજ જાહેર માર્ગો પરના દબાણ દૂર કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. અગાઉ નોટિસ અપાયા બાદ પણ દબાણ દૂર ન થતા અંતે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે.

મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીથી સ્‍થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે લોકોને ઘટનાની જાણ થતાં અનેક વિસ્‍તારોમાં લોકો એકત્ર થયા હતા. જોકે પોલીસ બંદોબસ્‍તના કારણે કોઈ અનિચ્‍છનીય બનાવ બન્‍યો નહોતો. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં પણ રોડ-રસ્‍તા પરના ગેરકાયદેસર દબાણો સામે આવી જ કાર્યવાહી ચાલુ રાખવાના સંકેતો આપવામાં આવ્‍યા છે

આ ૧૨ મંદિર પર ફરી વળ્યું બુલડોઝર
૧. શ્રી હનુમાનજી મંદિર- શ્રીનાથજી કૃપા, વિકાસ વૃંદાવન સાથે, ઉદય નગર-૨, શેરી નં.૧૩, મવડી રાજકોટ, ૨ શ્રી કસ્ટભંજન હનુમાન મહારાજ મંદિર - ઉદય નગર-૨, શેરી નં.૧૭, મવડી, રાજકોટ,૩. શ્રી કાળીયા હનુમાનજી મંદિર-ભક્તિનંદ ઍપાર્ટમેન્ટની બાજુમાં, જ્યોતિ કોમ્પલેક્ષની સાથે. ઉદયનગર-૧૯, મવડી મેઈન રોડ, રાજકોટ,૧ શ્રી જય બાલાજી મંદિર - માનસ સ્ક્વેર (જય ભવાની જવેલર્સ), મવડી મેઈન રોડ, રાજકોટ,૫. શ્રી હનુમાનજી મંદિર-માયાણી ચોક, બકુલબેન શોપિંગ સેન્ટર, રાજકોટ,૬. શ્રી હનુમાનજી મંદિર - માયાણી ચોકની બાજુમાં, રાજકોટ,૭. માતાજી મંદિર - આર.ઍમ.સી. વેસ્ટ ઝોન રોડની બાજુમાં, ચંદ્ર પાર્ક, ચૌરસિયા, નાનામવા, રાજકોટ,૮.હનુમાનજીની દેરી. ૧૨ મીટર ટી.પી. રોડ,૯. હનુમાનજીની દેરી- અપાર્ટમેન્ટ વાળી શેરી નં.૨, યોગીનગર મેઈન રોડ, દેશા ચૌકી પાસે, રાજકોટ,૧૦. માપા સાહેબ-મેલડીમાં મંદિર - માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ,૧૧. અંબાજી મંદિર - પવળપુર હનુમાન મંદિર - માયાણી આવાસ યોજના, ગોકુલ ગ્રીનલેન્ડ રેસીડન્સી પાસે રાજકોટ,૧૨ ઉદ્યાનપાલની મેલડીમાં મંદિર- વિકાસનગર-૩, માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ (૩.૫)

 

(3:16 PM IST)