<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ધાર્મિક મૂર્તિઓના વિસર્જન માટે શહેરમાં કૃત્રિમ કુંડ બનાવો

નદી-તળાવોમાં મૂર્તિ વિસર્જનથી થતા જળપ્રદૂષણને રોકવા ‘ક્‍લીન અપ રાજકોટ'ની રજૂઆતઃ મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરા તથા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાને પત્ર પાઠવી શહેરના વિવિધ વિસ્‍તારોમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા માંગ

 

 

રાજકોટ,તા.૧૨: શહેરમાં પર્યાવરણની જાળવણી સાથે ધાર્મિક લાગણીઓનું પણ સન્‍માન જળવાઈ રહે તે માટે ધાર્મિક મૂર્તિઓના વિસર્જન માટે શહેરના વિવિધ વિસ્‍તારોમાં કળત્રિમ કુંડ (Artificial Immersion Tanks) બનાવવાની માંગ સાથે ‘ક્‍લીન અપ રાજકોટ' દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરા અને સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ક્‍લીન અપ રાજકોટ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે, તહેવારો દરમિયાન મોટી સંખ્‍યામાં ધાર્મિક મૂર્તિઓનું નદીઓ અને તળાવોમાં વિસર્જન કરવામાં આવે છે. જેના કારણે જળાશયોમાં પ્રદૂષણ વધવાની સાથે જળચર સળષ્ટિ અને પર્યાવરણને નુકસાન થવાની શકયતા રહે છે.

 ખાસ કરીને મૂર્તિઓમાં વપરાતા કેમિકલ રંગો તથા પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ (POP) પાણીમાં ભળી જતાં પાણીની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર પડે છે. આવું પ્રદૂષિત પાણી માનવ આરોગ્‍ય માટે પણ હાનિકારક બની શકે છે.

મૂર્તિ વિસર્જન બાદ ઘણી વખત મૂર્તિઓના અવશેષો જળાશયોના કિનારે કે જાહેર સ્‍થળોએ જોવા મળતા હોવાથી ધાર્મિક લાગણીઓ પણ દુભાય તેવી સ્‍થિતિ સર્જાય છે. આ બાબતને ધ્‍યાનમાં રાખીને શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં કળત્રિમ કુંડ બનાવવામાં આવે અને ત્‍યાં શ્રદ્ધાળુઓ સરળતાથી તથા ધાર્મિક વિધિ મુજબ મૂર્તિ વિસર્જન કરી શકે તેવી સુયોગ્‍ય વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે અગાઉના સમયમાં માટીની મૂર્તિઓ અને કુદરતી રંગોનો વધુ ઉપયોગ થતો હતો, જે પાણીમાં સરળતાથી વિઘટિત થઈ જતા હતા. પરંતુ હાલ POP અને કેમિકલ રંગોથી તૈયાર થતી મૂર્તિઓના કારણે જળપ્રદૂષણની સમસ્‍યા વધી રહી છે. તેથી પર્યાવરણની જાળવણી અને ધાર્મિક પરંપરાનું સન્‍માન બંને હેતુને ધ્‍યાનમાં રાખીને કળત્રિમ વિસર્જન કુંડ એક યોગ્‍ય વિકલ્‍પ બની શકે અને દિશામાં પ્રયાસ હાથ ધરવા તથા કોઈ પણ ધાર્મિક મૂર્તિ નદી-તળાવમાં વિસર્જિત ન થાય તે માટે જરૂરી વ્‍યવસ્‍થા અને જનજાગળતિ કરવા અપીલ કરવામાં આવી છે.

(3:29 PM IST)