તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
જમીન નોંધણીની બાબતમાં પારદર્શિતા લાવો, દસ્તાવેજમાં ખરીનકલ કેટલી જરૂરી? :મયુર શાહ

રાજકોટ તા. ૨૮ : જમીન નોંધણીની બાબતમાં મૌન સેવતી સરકાર સામે શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહે સવાલો ઉઠાવતા જણાવ્યુ છે કે જમીનની નોંધણી અને રેકર્ડમાં ફેરફાર કરવાની સતા તલાટી પાસે છે કે સીટી સર્વે કચેરી પાસે? દસ્તાવેજમાં ખરીનકલ ખરેખર કેટલી જરૂરી તેની સ્પષ્ટતા કરાશે?
તેઓએ એક યાદીમાં જણાવ્યુ છે કે સરકારી વિભાગોની અસ્પષ્ટતા અને એકબીજા ઉપર જવાબદારી ઢોળવાની વૃત્તિને કારણે સામાન્ય માણસ કચેરીએ કચેરીએ ધકકા ખાઇ રહ્યો છે. પ્રજાના સમય અને પૈસાનો વેડફાટ થઇ રહ્યો છે. આ સ્થિતિ અસહ્ય અને અસ્વીકાર્ય છે.
જો સરકાર પાસે સ્પષ્ટ નિયમો છે તો તે જાહેર કેમ કરવામાં આવતા નથી? જો નિયમો સ્પષ્ટ નથી તો વર્ષોથી પ્રજાને મુંજવણમાં કેમ રાખવામાં આવી રહી છે. સરકારનો આ ગુંચવણભર્યો અભિગમ માત્ર બેદરકારી જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોના અધિકારો સાથેનો અન્યાય છે.સરકારે તાત્કાલી જાહેર કરવુ જોઇએ કે કયા પ્રકારની જમીન અને પ્લોટના કેસમાં સતા તલાટી પાસે છે, કયા કેસમાં સીટી સર્વે કચેરી પાસે છે અને દસ્તાવેજ નોંધણી વખતે ખરી નકલ કયારે ફરજીયાત છે અને કયારે નથી. રાજયભરમાં એકસરખી પારદર્શી અને ઓનલાઇન ઉપલબ્ધ માર્ગદર્શીકા બહાર પાડી અધિકારીઓની મનમાની ઉપર રોક લગાવવી જોઇએ તેમ યાદીના અંતમાં શહેર કોંગ્રેસ મંત્રી મયુર શાહ (મો.૯૮૯૮૪ ૩૮૪૮૩)એ જણાવ્યુ છે.
(2:51 PM IST)










