તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
‘બ્રિજ રાસોત્સવ ૨૦૨૬' : જીમખાના મેદાનમાં ધૂમ મચશે
અદ્યતન સાઉન્ડ સીસ્ટમ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા : વિજેતાઓને લાખેણા ઇનામોની તક : પાસ બુક કરાવનાર તમામને વિનામુલ્યે ટફન

રાજકોટ તા. ૫ : નવરાત્રીના પાવન અવસરે ડો. યાજ્ઞિક રોડ પર આવેલ આર.કે.સી. કોલેજ સામેના જીમખાના ગ્રાઉન્ડમાં તા. ૧૧ થી ૧૯ સુધી ખાસ ખબર પ્રેઝન્ટસ ‘બ્રિજ રાસોત્સવ ૨૦૨૬'નું આયોજન કરાયુ છે.
વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે ખેલૈયાઓ મોજથી રમી શકે તે માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને આ રસોત્સવમાં બહેનોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને બાઉન્સરની વ્યવસ્થા છે.
ખેલૈયાઓને જોમ ચડાવવા સોલ્ડબ્રાન્ડ મ્યુઝિક ઉપરાંત ૯૫ ડીસેબલ હેન્ગીંગ ટાવરો ઉભા કરાયા છે. આરોગ્યની તકેદારી માટે પણ ઓન ધ સ્પોટ મેડીકલ ટીમો તૈનાત રખાશે. ફાયર સેફટીની પણ પુરી તકેદારી રાખવામાં આવી છે.
લેડીઝ માટે બ્રીજ રાસોત્સવના પાસ ખરીદવા પર વિનામુલ્યે હેરકટની ઓફર પણ રાખવામાં આવી હતી. જેને ખુબ વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે. ઉપરાંત પાસ ખરીદનાર તમામને ઉમિયા મોબાઇલના સહયોગથી ટફન વિનામુલ્યે અપાયા હતા.
સારૂ પરફોર્મ કરનાર કિંગ અને ક્વિન સહીતના વિજેતા ખેલૈયાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે.
સમગ્ર બ્રીજ રાસોત્સવને સફળ બનાવવા અંકિતસિંહ ચાવડા (મો.૯૭૧૪૯ ૪૧૩૨૯), યશરાજસિંહ સિંધવ, હર્ષિતસિંહ નકુમ, સહદેવસિંહ ચાવડા, ધવલસિંહ ચૌહાણ, કિશનસિંહ ડોડીયા, હિમાંશુસિંહ ડોડીયા, ભવ્યરાજસિંહ ડોડીયા, નિરવભાઇ નડીયાપરા, જયભાઇ વિઠ્ઠલપરા, બલીભાઇ ટોયટા, સંજયભાઇ જળુ, વિનીતભાઇ, હિતેષભાઇ રાણપરા, પિન્ટુભાઇ રાણપરા, રીતેશભાઇ જૈન, ચિંતનભાઇ જીંઝુવાડીયા, જીજ્ઞેશભાઇ પંડયા, કિરીટભાઇ ભટ્ટ, રાકેશભાઇ દેશાણી, પરેશભાઇ ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ સાથે બ્રિજ રાસોત્સવના આયોજકો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:56 PM IST)










