તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
જયાપાર્વતિના જાગરણ માટે ચાંપતો બંદોસ્ત ગોઠવનાર પોલીસને વરસાદને કારણે ઉજાગરામાંથી રાહત મળી
ઠેકઠેકાણે વાહન ચેકીંગ વખતે અનેક કારમાંથી કાળી ફિલ્મો દુર કરાઇ

રાજકોટઃ ગઇકાલે જયાપાર્વતિ વ્રતના જાગરણમાં વ્રત રાખનાર બહેનો રેસકોર્ષ સહિતના સ્થળોએ જાગરણ કરવા નીકળે તો સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અગાઉથી પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરાયું હતું. જો કે વરસાદ ચાલુ થઇ જતાં વ્રત રાખનારી બહેનોને ઘરમાં જ રહેવા મજબુર થવું પડયું હતું. વરસાદને કારણે પોલીસને બંદોબસ્તમાં ઉજાગરા કરવાથી રાહત મળી હતી. જો કે ઠેકઠેકાણે વાહનચેકીંગ સહિતની કામગીરી કરવામં આવી હતી. જેમાં કાળા કાચાવાળી કાર લઇને નીકળનારાઓને અટકાવી કાળી ફિલ્મો દુર કરાઇ હતી. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:31 PM IST)










