<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાજકોટમાં ‘ધાર' અને ‘જામ' બન્‍ને પર ખાખીની ‘બ્રેક': છરી સાથે ૧૧, ડ્રીંક એન્‍ડ ડ્રાઇવમાં ૧૬ શખ્‍સો ઝપટે ચડયા

પોલીસની મેગા ડ્રાઇવમાં દારૂ પી લટાર મારવા નીકળેલા ત્રણ પણ ઝપટેઃ દેશી દારૂના ૧૧ અને વિદેશી દારૂના ૬ કેસો કરાયા, કુલ ૧૮ શખ્‍સો પકડાયા

રાજકોટ તા. રપઃ શહેર પોલીસ દ્વારા મંગળવારે સ્‍પેશીયલ ડ્રાઇવ યોજાઇ હતી જેમાં છરી લઇને ફરતા ૧૧ શખ્‍સો, દારૂ પી વાહન લઇને નીકળેલા ૧૬ શખ્‍સો, દારૂ પી લટાર મારવા નીકળેલા ત્રણ શખ્‍સો પોલીસની ઝપટે ચડી જતા કાર્યવાહી કરાઇ હતી. આ ઉપરાંત દેશી દારૂ અંગે ૧૧ અને વિદેશી દારૂ મામલે ૬ કેસ કરી ૭ શખ્‍સોને ઝડપી લઇ કાર્યવાહી કરાઇ હતી.

છરી સાથે ૧૧ પકડાયા

ભકિતનગર પોલીસે ઢેબર રોડ પરથી બચુ બાબુભાઇ બ્‍લોચને, એ ડીવીઝન પોલીસે લોહાનગર મેઇન રોડ પરથી ભીલો ઉફેર્ઢ લાલો રાજુભાઇ ચારોલીયાને, તાલુકા પોલીસે કાલાવડ રોડ પરથી વિપુલ મધુભાઇ સોલંકીને, ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર બજરંગવાડી નજીકથી, દિવ્‍યરાજસિંહ જુવાનસિંહ પઢીયાર અને પરસોતમ જેન્‍તીભાઇ કુબાવતને, બી ડીવીઝન પોલીસે પારેવડી ચોક પાસેથી હાર્દિક જયસુખભાઇ ધરજીયાને, કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર પાસેથી રોશન અર્જુનભાઇ પાસવાનને, એરપોર્ટ પોલીસે બામણબોર ચેક પોસ્‍ટ પાસેથી અંકિત રાજ કરણભાઇ પાલે અને દિવ્‍યેશ ભીમજીભાઇ વેડચાને, આજી ડેમ પોલીસ હરીપર જવાના રસ્‍તેથી પીન્‍ટુ સબુરભાઇ બારીયાને પકડી કાર્યવાહી કરી હતી.

ડ્રીંક એન્‍ડ ડ્રાઇવમાં ૧૬ પકડાયા

કુવાડવા પોલીસે બેડી યાર્ડ પાસેથી વિમલ કિશોરભાઇ લગવાડીયાને, નવાગામ જતા રોડ પરથી ગભરૂ પોલાભાઇ માલકીયાને, થોરાળા પોલીસે થોરાળા મેઇન રોડ પરથી રાજેન્‍દ્ર ખોડાભાઇ ચાંચીયાને, ચુનારાવાડ ચોક પાસેથી વિજય રણછોડભાઇ બારૈયાને, ભકિતનગર પોલીસે સોરઠીયાવાડી સર્કલ પાસેથી રવી રમેશભાઇ કોરીયાને, સહકાર મેઇન રોડ પરથી અભીષેક કિરીટભાઇ પિત્રોડાને, ભકિતનગર સર્કલ પાસેથી હિરેન પ્રતાપભાઇ કકકડેને, ત્રિશુલ ચોક પાસેથી મનોજ નાનજીભાઇ મકવાણાને, આજીડેમ પોલીસે કોઠારીયા મેઇન રોડ પરથી મયુર કાંતીભાઇ જીલ્‍કોને, તાલુકા પોલીસે કાલાવડ રોડ પરથી કૈલાશ જુવાનસિંહ સોલંકીને, વાવડી રોડ પરથી ભાવેશ પરસોતમભાઇ ઠુમરને, ગાંધીગ્રામ પોલીસે એરપોર્ટ રોડ પરથી અનવર ઓસમાણભાઇ દહેશને, યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી રોડ પરથી હર્ષદ દલપતભાઇ સોલંકીને, રૈયાધાર મફતીયા પરામાંથી વિપુલ શિવાભાઇ બાબરીયાને, પ્ર.નગર પોલીસે જુની કલેકટર કચેરી સામેથી મનોજ નાનજીભાઇ સોલંકીને, રેસકોર્સ રીંગ રોડ પરથી અશોક રામજીભાઇ ઘાવરીને પકડી કાર્યવાહી કરી હતી.

દારૂ પી નીકળેલા ત્રણ ઝપટે ચડયા

ભકિતનગર પોલીસે ૮૦ ફુટ રોડ પરથી મુકેશ હરીશંકર કુમારને, સોરઠીયાવાડી સર્કલ પાસેથી મુકેશ પ્રભુભાઇ ચારોલીયાને, તાલુકા પોલીસે કાલાવડ રોડ પરથી ધર્મેશ રાજેશભાઇ ડાભીને પકડી કાર્યવાહી કરી હતી.

દેશી દારૂ મામલે ૧૧ કેસ કરાયા

કુવાડવા પોલીસે સોખડા ચોકડી પાસેથી લક્ષ્મી જગદીશભાઇ સાડમીયાને ૪ લીટર સાથે, એરપોર્ટ પોલીસે બામણબોર જીઆઇડીસીમાંથી રણજીત બહાદુરભાઇ ખાચરને પાંચ લીટર સાથે, થોરાળા પોલીસે ખોડીયારપરામાંથી માયા હેમંતભાઇ મકવાણાને પાંચ લીટર સાથે, આજીડેમ પોલીસે માલધારી ફાટક પાસેથી શોભના લાલાભાઇ વાઘેલાને ૩ લીટર સાથે, યુવરાજનગર મફતીયાપરામાંથી સાપર પ્રેમજીભાઇ સાઢમીયાને પ૦૦ લીટર દેશી દારૂના આથા સાથે, ત્રંબા ગામેથી વશરામ રવજીભાઇ જખાણીયાને ૧૧ લીટર સાથે, માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ પરથી રાજાુ બારૈયાને ૧પ લીટર સાથે, તાલુકા પોલીસે ભીમનગર પાસેથી બીપીન કરશનભાઇ વાળાને ૭ લીટર સાથે, પુનીતનગરના ટાંકા પાસેથી ભાભલુ ઉર્ફે રમેશ ભુપતભાઇ સોલંકીને ત્રણ લીટર સાથે.આંબેડકરનગર મેઇન રોડ પરથી હિતેષ રમેશભાઇ વાઘેલાને પાંચ લીટર સાથે, અને પ્ર.નગર પોલીસે રેસકોર્સ રીંગ રોડ પરથી વિજય અકુભાઇ સોલંકીને બે લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા.

વિદેશી દારૂ સાથે ૭

બી ડીવીઝન પોલીસે પેડક રોડ પરથી કલ્‍પેશ ગોવિંદભાઇ ચાવડા (ઉ.વ. ર૬, રહે. બેડી ગામ)ને દારૂના ૧૧ ચપલા સાથે પકડી લીધો હતો.

આજી ડેમ પોલીસે માલધારી ફાટક નજીકથી કાશિફ અહેમદ નાજીમ અહેમદ (ઉ.વ. ર૯, રહે. માન સરોવર પાર્ક) ને દારૂની ૧ બોટલ સાથે પકડી લીધો હતો.

એ-ડીવીઝન પોલીસે ડો. યાજ્ઞિક રોડ પર ઘર રજની કોમ્‍પલેક્ષના ગ્રાઉન્‍ડ ફલોર પાસેથી દિક્ષીત સુરેશભાઇ ગૌસ્‍વામી (ઉ.વ.ર૬, રહે. સનરાઇઝ પ્રાઇમ, ઘંટેશ્‍વર એસ.આર.પી. કેમ્‍પ પાસે) અને નિશાંત ગીરીશભાઇ ચાવડા (ઉ.વ.ર૦, રહે. વીરમાયા પ્‍લોટ)ને દારૂની બે બોટલ સાથે પકડીી લીધા હતા.

તાલુકા પોલીસે આંબેડકરનગરમાં રહેતાં વિશાલ નાનજીભાઇ ગોહેલ (ઉ.વ. ર૪) ના મકાનમાંથી તેને દારૂના ૧ ચપલા સાથે પકડી લીધો હતો, કણકોટ ગામના સ્‍મશાન પાસેથી દર્શન વિનોદભાઇ રામાણી (ઉ.વ. રપ, રહે. ન્‍યુ સ્‍વાતી પાર્ક,  કોઠારીયા) ને દારૂના ૧ ચપલા સાથે પકડી લીધો હતો.

જયારે નાના મવા રોડ પરથી વિશાલ પ્રફુલભાઇ ચૌહાણ (ઉ.વ. ર૮, રહે. ઉદયનગર-૧, મવડી રોડ) ને દારૂની ૧૬ બોટલ સાથે પકડી દારૂ અને સ્‍કુટર સહિત રૂા. પ૪ હજારનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

(3:06 PM IST)