તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
બ્રહ્મસમાજના સંગઠન બીબીએન દ્વારા શનિવારે ‘ઉડાન - બીયોન્ડ લીમીટસ' ટ્રાન્સફોર્મેશન સેશનનું આયોજન
જાણીતા માઈન્ડ ટ્રેનર દિક્ષીત તેરૈયા આપશે માર્ગદર્શન : પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ

રાજકોટ તા. ૨૪ : બ્રહ્મસમાજના સંગઠન બીબીએન ફેમીલી એસોસીએશન દ્વારા આગામી તા. ૨૭ના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે જાણીતા માઈન્ડ ટ્રેનર દિક્ષીત તેરૈયાનું ‘બિયોન્ડ ધ લીમીટ ' ટ્રાન્સફોર્મેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે BBN Family Associationંઁ છેલ્લા પાંચ વર્ષથી સમાજના વ્યવસાયિકો, પ્રોફેશનલ્સ અને પરિવારોને એક મંચ પર લાવીને વ્યવસાયિક સહયોગ, નેટર્વકિંગ અને સામાજિક વિકાસ માટે કાર્યરત છે. આજે આ સંસ્થા ૨૫૦૦થી વધુ સભ્યોનું મજબૂત સંગઠન બની ચૂકી છે.
જ્ઞાતિજનોને જીવનમાં મુંજવતા કોઇપણ પ્રશ્નોનું સમાધાન મળે તે હેતુથી ગુજરાતના જાણીતા માઇન્ડ ટ્રેનર દીક્ષિત તેરૈયાનો માર્ગદર્શક કાર્યક્રમ તા.૨૭ ના શનિવારે બપોરે ૩ થી સાંજે ૬.૩૦ વાગ્યા સુધી રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આ આયોજન કરાયુ છે.
દીક્ષિત તેરૈયા ૧૦,૦૦૦થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓને તાલીમ આપી ચુકયા છે, ઉદ્યોગસાહસિકો માટે ટાઈગર વર્કશોપ અને ગ્રોથ માઇન્ડસેટ પર ખાસ સેશન આપે છે. તેઓ વર્ષોથી વ્યક્તિત્વ વિકાસ, માનસિકતા પરિવર્તન અને વ્યક્તિગત સશક્તિકરણના ક્ષેત્રમાં કાર્યરત છે. સમગ્ર ગુજરાતમાં તેઓ ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકો માટે ‘ટાઈગર' ટ્રાન્સફોર્મેશન વર્કશોપનું નેતળત્વ કરી રહ્યા છે, જેમાં વ્યવસાય વિકાસ, નેતળત્વ કૌશલ્ય અને ગ્રોથ માઇન્ડસેટ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. તેઓ એક અનુભવી યુવા કોચ તરીકે પણ જાણીતા છે અને અત્યાર સુધીમાં ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂકયા છે. સિવિલ સર્વિસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને માનસિક રીતે સશક્ત બનાવવા તેઓ સતત કાર્યરત છે.
‘ઉડાન - બીયોન્ડ લીમીટસ' સેશનનો મુખ્ય હેતુ ઉદ્યોગસાહસિકો, વ્યવસાયિકો અને પ્રોફેશનલ્સને તેમની અંદરની ક્ષમતાને ઓળખવામાં, મર્યાદિત માન્યતાઓને તોડવામાં અને નવી વિચારસરણી સાથે આગળ વધવામાં મદદ કરવાનો છે.
‘ઉડાન - બીયોન્ડ લીમીટસ' ટ્રાન્સફોર્મેશન સેશનમાં ભાગ લેવા ઇચ્છુક ઉદ્યોગસાહસિકો, પ્રોફેશનલ્સ અને યુવાનો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ઇવેન્ટ માટે નોંધણી કરવા માટે રજિસ્ટ્રેશન લિંકઃ event.bbnparivar.com પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વધુ માહિતી, મો.૮૪૦૧૩ ૮૧૦૧૩ તથા ૮૪૦૧૩ ૮૧૮૮૮ ઉપર સંપર્ક કરવાં જણાવાયું છે. બીબીએનના મીડિયા કન્વીનર તરીકે સન એડ્ના સોનુ જોશી સેવા આપી રહ્યા છે .
ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલાં માત્ર ચાર ભૂદેવ મિત્રોથી શરૂ થયેલી BBN Family Association આજે ૨૫૦૦થી વધુ સભ્યોનું મજબૂત સંગઠન બની ચૂકી છે. વ્યવસાય, નેટર્વકિંગ અને સામાજિક વિકાસના હેતુથી કાર્યરત આ સંસ્થા આજે ભૂદેવ સમાજના ઉદ્યોગસાહસિકો, પ્રોફેશનલ્સ અને પરિવારોને એક જ મંચ પર લાવવાનું કાર્ય કરી રહી છે. વિક્રમ દવે, આશિષ મહેતા, સમીર થાનકી, નમ્રતા જોષી, ચંદ્રેશ દવે, સંદીપ જોષી, કલ્પેશ જોષી, પાર્થ રાજગુરુ અને નિખંજ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સંસ્થા સતત વિકાસના નવા આયામો સર કરી રહી છે. સાથે જ વિપુલ પંડ્યા, ધવલ વ્યાસ, હિરેન જોષી, અવનીબેન દવે અને દ્રષ્ટિ જોષીની કોર ટીમ સંસ્થાના વિવિધ આયોજનો અને પ્રવળત્તિઓને સફળ બનાવવા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નિખંજ ઉપાધ્યાય, વિક્રમ દવે, સમીર થાનકી, હાર્દિક ભટ્ટ, આશિષ મહેતા, હિરેન જોષી, ચંદ્રેશ દવે અને બાજુમાં સન એડ્વાળા સોનુ જોષી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:23 PM IST)










