તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
સદર બજાર મેઇન રોડ પરથી અજાણ્યા યુવાનની લાશ મળીઃ ઓળખ મેળવવા તપાસ
વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

રાજકોટઃ સદર બજારમાં વિનોદ બેકરી નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ પડયો હોવાની જાણ આ વિસ્તારના અગ્રણી હબીબભાઇ કટારીયાને થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતાં અને ૧૦૮ બોલાવી હતી. પણ તેના તબિબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. પ્રવિણભાઇ મહિડાએ ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકની ઉમર આશરે ૩૫થી ૪૦ વર્ષની છે. તેનું મોત બિમારીથી થયું કે હાર્ટએટેકથી કે અન્ય રીતે? તે જાણવા પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો મો. ૬૩૫૯૬ ૨૭૪૦૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. તસ્વીરમાં ઘટના સ્થળે મૃતદેહ અને માહિતી આપી રહેલા હબીબભાઇ કટારીયા જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:19 PM IST)










