News of Wednesday, 11th November 2026
રાજકોટ રેલ્વે સ્ટેશનમાંથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધનો મૃતદેહ મળ્યો
વાલીવારસ હોય તો રેલ્વે પોલીસનો સંપર્ક કરવો

રાજકોટઃ જંકશન રેલ્વે સ્ટેશન સરક્યુલેટીંગ એરીયામાં રેપીડો કેબીન નજીક અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ તા. ૯/૧૧/૨૬ના સાંજે છએક વાગ્યે બેભાન હાલતમાં પડયા હોઇ ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં રેલ્વે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. બિમારીથી કુદરતી રીતે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. મૃતક વૃધ્ધ શરીરે પાતળા બાંધાના છે, માથાના વાળ સફેદ છે. ઉંચાઇ આશરે પાંચ ફુટ ચાર ઇંચ છે. તેમણે શરીરે ખાખી ઝભ્ભો અને બનીયાન તથા કોફી ચડ્ડી અને સફેદ લાઇનીંગવાળી લાલ ધોતી પહેરેલા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો રેલ્વે પોલીસનો ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વધુ તપાસ હેડકોન્સ. મહેશભાઇ જેમાભાઇ ચલાવી રહ્યા છે.
(12:20 PM IST)










