<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

દુધસાગર રોડ પર આકાશદીપ સોસાયટીમાં ૨૭ વર્ષના દુર્ગાપ્રસાદની ઘરમાંથી લાશ મળી

પત્‍નિ માવતરે ગઇ હોઇ એકલો હતોઃ દરવાજો તોડી જોવાતાં મૃત હતોઃ હૃદય રોગનો હુમલો આવી ગયાની શક્‍યતાઃ મોતનું કારણ જાણવા વિસેરા લેવાયા

રાજકોટ તા. ૨૦: શહેરના દુધસાગર રોડ પર આકાશદીપ સોસાયટી-૫માં ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતો દુર્ગાપ્રસાદ માનીકરામ નીશાંત (ઉ.વ.૨૭) નામનો યુવાન ઘરે બેભાન થઇ જતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. પરંતુ તેના તબિબ ધરતીબેને તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ ઘેલુભાઇ ડી. શીયારે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર પાંચ ભાઇ અને બે બહેનમાં બીજો હતો. સંતાનમાં એક દિકરી છે. પોતે ઇમિટેશનનું કામ કરતો હતો. હાલ તેની પત્‍નિ વતનમાં ગઇ છે. ગઇકાલે ઘર બંધ હોઇ દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં બાજુવાળાને શંકા જતાં પોલીસને જાણ કરતાં દરવાજો તોડીને જોતાં તે બેભાન મળ્‍યો હોઇ ૧૦૮ બોલાવાઇ હતી. પણ તેને મૃત જાહેર કરાયો હતો. હાર્ટએટેક આવી ગયાનું તારણ નીકળ્‍યું છે. મોતનું ચોક્‍કસ કારણ જાણવા વિસેરા પરિક્ષણમાં મોકલાયા છે

(4:03 PM IST)