<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ત્રણ રાજ્‍યોમાં ભાજપની જીત એ વિકાસ, વિશ્વાસ અને સ્‍થિરતાને આશીર્વાદ : માંધાતાસિંહજી જાડેજા

રાજકોટ તા. ૫ : પાંચ રાજ્‍યોની વિધાનસભા ચૂંટણી પૈકી પヘમિ બંગાળ, પોંડિચેરી અને આસામ રાજ્‍યમાં ભારતીય જનતા પાર્ટીના વિજય પ્રસંગે રાજકોટનાં ઠાકોર શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્‍યું કે સંવેદનશીલતા, સૌમ્‍યતા અને સાંસ્‍કળતિક જુડાવનો આ વિજય છે. મતદાતાઓએ વિકાસ, વિશ્વાસ અને સ્‍થિરતા યુક્‍ત શાસનના જે આશીર્વાદ આપ્‍યા છે તે ભારતીય રાજનીતિનો સશક્‍ત માર્ગ નિર્ધારિત કરતી એક અભૂતપૂર્વ ઘટના છે. મતદારોએ ‘ન ભૂતો ન ભવિષ્‍યતિ' કહી શકાય તેવું પ્રચંડ મતદાન કરીને માત્ર ભાજપને જ નહીં પરંતુ સમગ્ર ભારતને વિજયી બનાવ્‍યું છે. તાજેતરમાં સંપન્ન થયેલા સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવેલાં ‘નારી શક્‍તિ વંદના અધિનિયમ બીલ'નો વિરોધ કરીને માતળશક્‍તિની અવહેલના સાથે રાષ્‍ટ્રના આત્‍મબળની ગૂંજને અવરોધિત કરી નારીચેતનાની લાગણીઓને ઠેસ પહોંચાડનારાં રાજકીય પક્ષોએ પાંચેય વિધાનસભામાં કારમી હારનો સામનો કરવો પડયો છે. તેમ શ્રી માંધાતાસિંહજીએ અંતમાં જણાવ્‍યુ છે.

(3:57 PM IST)