<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ભાજપની જીત એ નવા ભારતના નિર્માણની મશાલ છે, સૌનો આભારઃ ભાનુબેન બાબરીયા

 

રાજકોટ, તા.૨૯: જ્‍યારે સંકલ્‍પ મજબૂત હોય અને માર્ગ સત્‍યનો હોય. ત્‍યારે વિજય નિヘતિ હોય છે. આ જીત માત્ર એક પક્ષની નથી. પણ કરોડો કાર્યકરોની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસની છે ત્‍યારે સમગ્ર ગુજરાત સહિત રાજકોટ મહાનગર અને જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અવિરત વિશ્વાસ મૂકી, ભવ્‍ય વિજય અપાવવા બદલ રાષ્‍ટ્રપ્રેમી જનતાનો ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયાએ આભાર વ્‍યકત કર્યો છે.

તેઓએ જણાવ્‍યું છે કે, આ જીત નવા ભારતના નિર્માણની મશાલ છે. જનતાએ નકારાત્‍મકતાને જાકારો આપીને માત્ર અને માત્ર વિકાસવાદને પસંદ કર્યો છે. ગ્રામીણ સ્‍તરે છેવાડાના માનવી સુધી પહોંચેલા સરકારી યોજનાઓના લાભ અને સંગઠનની મજબૂત કામગીરીને કારણે આજે ભાજપનો કેસરીયો લહેરાયો છે.

રાજકોટ જિલ્લાની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે. તેમને ભાજપની નીતિ અને નિયત પર પૂર્ણ ભરોસો છે. આ જીત પાછળ દિવસ-રાત જોયા વગર પરિશ્રમ કરનારા ભાજપના પાયાના કાર્યકર્તાઓની અથાક મહેનત અને સચોટ આયોજનનો મોટો ફાળો છે.

અંતમાં શ્રીમતી ભાનુબેન બાબરીયાએ પ્રજાજનો આભાર વ્‍યકત કરતાં જણાવ્‍યું કે, સત્તા એ ભોગવવાનું સાધન નથી. પણ સેવા કરવાનું માધ્‍યમ છે. જીત એ આપણા સૌની જવાબદારી છે કે, આપણે જનપ્રજનના કલ્‍યાણ માટે વધુ વેગથી કાર્ય કરીએ

(3:26 PM IST)