તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપની રણનીતિમાં ફેરફાર : દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા
વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા ચૂંટણી કાર્યાલય ખાતે જોવાયા : અંજલીબેન રૂપાણીને વોર્ડ નં -10ની જવાબદારી :નીતિનભાઈ ભારદ્વાજને પણ મહત્વની જવાબદારી સોંપાઈ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પોતાની રણનીતિમાં ફેરફાર કરીને જૂના જોગીઓને ફરી મેદાને ઉતાર્યા છે. પાર્ટીએ મહત્વના વોર્ડોની જવાબદારીઓ અનુભવી અને વરિષ્ઠ નેતાઓને સોંપી છે. આ દરમ્યાન વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા ચૂંટણી કાર્યાલય ખાતે હાજર જોવા મળ્યા હતા. સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિબેન રૂપાણીને વોર્ડ નંબર 10ની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે તેમના નજીકના ગણાતા નીતિનભાઈ ભારદ્વાજને પણ મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. પાર્ટીમાં કેટલાક આંતરિક અસંતોષ વચ્ચે હવે જૂના જોગીઓ મેદાને ઉતરીને ચૂંટણી પ્રચારને ગતિ આપી રહ્યા છે.
(9:48 PM IST)










