News of Thursday, 26th November 2026
સૌરાષ્ટ્રમાં ભાજપનું સંગઠન મેદાને ઉતરશેઃ ૨૫ દિવસ ચાલશે ‘સેવા દૂત અભિયાન'
૧થી ૨૫ ડિસેમ્બર સુધી વિશેષ અભિયાન : સૌરાષ્ટ્રના પાંચ ક્લસ્ટરના સહઇન્ચાર્જ નિયુક્તઃ રાજકોટ શહેરની જવાબદારી ગૌતમગીરી ગોસ્વામીને, જિલ્લાની સતિષ શિંગાળાને સોંપાઈ

રાજકોટ,તા.૨૬: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી તા. ૧થી ૨૫ ડિસેમ્બર દરમિયાન ‘સેવા દૂત અભિયાન' હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનને સુવ્યવસ્થિત રીતે આગળ ધપાવવા માટે સૌરાષ્ટ્ર ઝોનને પાંચ ક્લસ્ટરમાં વિભાજિત કરી સંગઠનના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. સતત ૨૫ દિવસ સુધી ભાજપની ટીમો મેદાનમાં સક્રિય રહેશે.
પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાની જવાબદારી યુવા મોરચાના પૂર્વ જિલ્લા પ્રમુખ સતિષભાઈ શિંગાળાને સોંપવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર અને અમરેલીની જવાબદારી બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી ગૌતમગીરી ગોસ્વામીને સોંપાઈ છે.
આ ઉપરાંત જામનગર શહેર-જિલ્લો, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની જવાબદારી યુવા મોરચાના પૂર્વ શહેર પ્રમુખ દિલીપસિંહ જાડેજાને, ભાવનગર શહેર-જિલ્લો અને બોટાદની જવાબદારી અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રદેશ મંત્રી અનીલભાઈ ગોહેલને તેમજ જૂનાગઢ શહેર-જિલ્લો અને ગીર સોમનાથની જવાબદારી જૂનાગઢ શહેર ભાજપના ઉપપ્રમુખ ઓમભાઈ રાવલને સોંપવામાં આવી છે.
સેવા દૂત અભિયાન માટે ભાજપે અત્યારથી જ સંગઠનાત્મક તૈયારીઓ હાથ ધરી છે. સૌરાષ્ટ્રમાં પાંચ ક્લસ્ટર રચીને વિવિધ મોરચાના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોને મેદાનમાં ઉતારવાની રણનીતિ અપનાવવામાં આવી છે
(4:05 PM IST)










