તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય એ વિકાસની ગર્જના છે : અરૂણ નિર્મળ

રાજકોટ તા. ૨૯ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્યાતીત ભવ્ય વિજય મેળવી એક નવો ઇતિહાસ રચ્યો છે, તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવતા રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળ એ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવીને રાજકોટના તેમજ રાજકોટ જિલ્લાના મતદારોએ ભાજપના વિરોધીઓને કરારા જવાબ આપ્યો છે.
તેઓએ જણાવ્યુ છે કે આ પરિણામ માત્ર જીત નથી, પરંતુ જનતાનો સ્પષ્ટ અને દ્રઢ સંદેશ છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં વિકાસની રાજનીતિ જ સ્વીકાર્ય છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગળહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતળત્વમાં થયેલા વિકાસ કાર્યો અને પારદર્શક શાસનને રાજકોટની જાગળત જનતાએ ભરપૂર સમર્થન આપ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળની આ પ્રચંડ જીત એ સાબિત કરે છે કે સેવા, સમર્પણ અને સુશાસન સામે કોઈ પણ પ્રકારની નકારાત્મક રાજનીતિ ટકી શકતી નથી. ભાજપના યશસ્વી ઉમેદવારોને મળેલ આ જંગી બહુમતી એ વિકાસ પ્રત્યેની જનભાવનાની સ્પષ્ટ ગર્જના છે. તેમ અંતમાં અરૂણ નિર્મળે જણાવ્યુ છે.
(3:08 PM IST)










