<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ભાજપ-સંઘના સેવક જનકભાઇના નિધનથી મોટી ખોટ : ચેતન રામાણી

 

રાજકોટ તા. ૧૭ : સંઘના જુના સ્‍વયંસેવક અને પૂર્વ મેયર, રઘુવંશી અગ્રણી, પાયાના પત્‍થર એવા જનકભાઇ કોટકના નીધન બદલ ઉંડા દુઃખની લાગણી વ્‍યકત કરી પ્રદેશ ભાજપ અગ્રણી અને ખેડુત નેતા ચેતન રામાણીએ જણાવ્‍યુ છે કે પક્ષને મજબુત બનાવવામાં જનકભાઇની પાયાની ભુમિકા હતી. મેયર તરીકેના કાર્યકાળ તેઓએ લોકાભિમુખ કાર્યો કરી અપાર ચાહના મેળવી હતી.

મહાનગરપાલીકામાં સતત ૭ ટર્મ કોર્પોરેટર તરીકે ચુંટાઇ આવેલ અને મેયરથી લઇને ડે.મેયર, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન, શાસક પક્ષના નેતા એમ મહત્‍વપૂર્ણ જવાબદારી તેઓએ કુનેહપૂર્વક નિભાવી હતી. રાષ્‍ટ્રીય પરિષદના સભ્‍ય તરીકે પણ તેમનું મોટુ યોગદાન રહ્યુ. ખાસ કરીને સીવીલ હોસ્‍પિટલના ગરીબ દર્દીઓની સેવામાં હંમેશા તત્‍પર રહેતા. તેમની ખોટ કયારેય નહી પુરી શકાય તેમ શ્રધ્‍ધાસુમન અર્પણ કરતા ચેતન રામાણીએ જણાવ્‍યુ છે.

(3:00 PM IST)