તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
સુત્રાપાડા પાલિકામાં ભાજપઃ ૨૪માંથી ૧૩ બેઠકો કબજે કરી સત્તા જાળવી રાખી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી; કાર્યકરોમાં ઉજવણીનો માહોલ

(દીપક કક્કડ દ્વારા, વેરાવળ, તા. ર૮: સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬માં સુત્રાપાડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે. કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપે ૧૩ બેઠકો કબજે કરી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે.
મતગણતરીના અંતિમ રાઉન્ડ બાદ જાહેર થયેલા પરિણામ મુજબ ભાજપે ૧૩ બેઠકો સાથે સુત્રાપાડા નગરપાલિકામાં સત્તા જાળવી રાખી છે. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ જીત સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે.(
(3:51 PM IST)










