તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા યોજાયો બોૈધિક સંવાદ

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી શ્રી તરૂણજી ચુઘ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ સહસંગઠન મહામંત્રી શ્રી અરુણ બિન્નાડીજીની સુચના અનુસાર તમામ જીલ્લા મહાનગરમાં લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન-૨૦૨૬ હેઠળ વિપક્ષને જવાબ આપવા અને દેશની જનતાને વિપક્ષનો અસલી ચહેરો ઉજાગર કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે બૌધિક સંવાદમાં રાજકોટ શહેરના નામાંકિત ઉદ્યોગપિતઓ, બિલ્ડર, નામાંકિત ડોકટર, સી.એ. અને વકીલોની બેઠક એન્જીનીયરીંગ એસોશીએશન હોલ, ભકિતનગર ખાતે યોજાઈ હતી. આ સંવાદોમાં SIR પ્રક્રિયા, મતદાર યાદીમાં ફેરફાર, મતદાર યાદીની શુધ્ધતા અને ગેરકાયદેસર ઘુસણખોરી સાથે જોડાયેલા મુદ્દાઓના મહત્વ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સંવાદમાં સહભાગીઓ દ્વારા સવાલ પુછવા અને પોતાના વિચારો રજુ કરવાની તક આપવામાં આવેલ હતી. આ સંવાદ બેઠકને સંબોધન કરતાં રાજકોટ શહેર સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રીશ્રી અનિરુધ્ધભાઈ દવેએ સૌને જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા ચલાવવામાં આવી રહેલા આરોપો SIR ના બંધારણીય આધાર, ચુંટણી પંચના દાયિત્વ અને વિપક્ષ દ્વારા ભુતકાળમાં તેના અમલીકરણના ઉદાહરણોને સામે રાખીને વિપક્ષના આરોપો પર સવાલ ઉઠાવવા તથા તેના દાવાઓની તથ્યાત્મકતાને પડકારવામાં અને જનસમર્થન વધારવામાં આપનું મહત્વ ઘણું રહેલું છે તથા ચૂંટણી પ્રક્રિયાઓ અને રાજકીય જવાબદેહી અંગે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલી ભ્રામક માહિતી અને તેના બેવડા માપદંડોને ઉજાગર કરવામાં વિપક્ષના નેતૃત્વમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોનો સંકલિત પ્રત્યુત્તર આપવા આપ સૌ સાથે સંવાદ કરવામાં આવી રહયો છે. ભારતીય જનતા પાર્ટી આપ સૌ સાથે તેઓ દ્વારા થઈ રહેલી SIR વિશે ભ્રામક પ્રચારની સચ્ચાઈ સૌની સામે લાવવી. લોકતાંત્રિક સંસ્થાઓની વિશ્વસનીયતા અને બંધારણીય પ્રક્રિયાઓનું રક્ષણ કરવું તથા જનતાને વિશ્વાસ નબળો પાડવાના પ્રયાસોનો પ્રત્યુત્તર આપવામાં આપ સૌ નો ફાળો ખુબ જ અગત્યનો રહેલો છે. આ સંવાદ કાર્યક્રમમાં રાજકોટ શહેર સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે સાથે શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા સહિત ઉદ્યોગપિતઓ, બિલ્ડર, નામાંકિત ડોકટર, સી.એ. અને વકીલો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:25 PM IST)










