તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
રાજકોટમાં ભાજપે ઢગલાબંધ વિકાસ કાર્યો કર્યા
કેન્દ્ર અને રાજયની સરકારે રાજકોટને અનેક સુવિધાઓ આપી : પરષોતમભાઇ રૂપાલા,રામભાઇ મોકરીયા, ડૉ. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા

રાજકોટ : સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા તથા ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ભાનુબેન બાબરીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, રાજકોટના દરેક નાગરિકે મારો મત ભાજપ ને જ શા માટે? એના ઉપર મંથન કરવાની જરુર છે. જ્યાં સુધી કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો પ્રશ્ન હોય ત્યાં રામ મંદિર નિર્માણ હોય કે કલમ ૩૭૦, ટ્રીપલ તલ્લાક હોય કે યુસીસીનો કાયદો, વંદેમાતરમનો નારો હોય કે અશાંત ધારો, ૫૬ની છાતીવાળી મોદી સરકાર અને સાથે ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી રાજ્યની મક્કમ અને મળદુ સરકાર હંમેશા અડીખમ ઉભી રહી હોવાનું જણાવાયું છે. તેઓએ વધુમાં જણાવેલ કે, મહાપાલિકાના ભાજપના સત્તાધીશોએ રાજકોટને હંમેશા સમય સાથે દોડતુ રાખ્યુ છે. રાજકોટમાં રોડ-રસ્તા કે સફાઈ જેવી પ્રાથમિક સુવિધા હોય કે પછી સ્માર્ટ સિટી, અટલ સરોવર અને આઇકોનિક બ્રીજ હોય રાજકોટ હંમેશા વિકાસ પથ ઉપર ગતિ કરતુ રહ્યું છે. હજુ આગામી સમયમાં ભાજપના શાસકોએ રાજકોટનો મેટ્રો સિટીની હરોળમાં વિકાસ કરવાની નેમ રાખી છે.
વોર્ડ નંબર ૧ થી ૧૮ની ઉમેદવારોની સંપર્ક યાત્રા દરમિયાન લોકોએ ભાજપને મત આપવા વિશ્વાસ વ્યકત કર્યો હતો.
પરસોત્તમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, ડૉ. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટાલાળા અને ભાનુબેન બાબરીયાએ યાદીના અંતમાં જણાવ્યું કે, આ ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવી તકવાદી પાર્ટીઓને જાકારો મળ્યો છે અને તેથી મનઘડંત વાતો કરીને પ્રજામાં ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ રાજકોટની સમજુ અને શિક્ષિત પ્રજા તેમની વાતોમાં નહી આવે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
(3:53 PM IST)










